Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પાણી કાપનો વિરોધ:કોંગ્રેસે ઈદ પૂર્વે પૂરતા પાણી પુરવઠાની માંગ કરી

    6 days ago

    ભરૂચ શહેરમાં પાણી કાપના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસી સભ્યોએ પાલિકાના નવા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને આ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસના આગેવાનો, જેમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ અને જિગ્નેશ બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે, તેમણે શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સફાઈ અને પાણી પુરવઠા જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે પાલિકા તંત્રનું ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને, શહેરમાં હાલ અમલમાં મુકાયેલા પાણી કાપનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઈદનો તહેવાર આવનાર હોવાથી પાણી કાપનો નિર્ણય શહેરીજનો માટે મુશ્કેલી ઊભી કરશે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તહેવારો દરમિયાન પીવાના પાણી માટે લોકોને હાલાકી વેઠવી પડે તે વહીવટી તંત્રની નિષ્ફળતા છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા અનેક વર્ષોથી એકહથ્થું શાસન હોવા છતાં ઉનાળાની ઋતુમાં અને તહેવારો સમયે પાણીની સમસ્યા યથાવત્ રહેવી દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે નર્મદા કેનાલમાં સફાઈ અને જાળવણીની કામગીરી ચાલી રહી હોવાથી પાણી પુરવઠામાં તાત્કાલિક અસર પડી છે, જેના કારણે પાણી કાપનો નિર્ણય લેવાયો છે. પ્રમુખ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને સમયસર પાણી પહોંચે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ સમિતિની બેઠક:જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા કરાઈ
    Next Article
    बिजनौर कलेक्ट्रेट में भाजपा सरकार के खिलाफ जोरदार नारेबाजी, समाजवादी पार्टी और बसपा की हुई तारीफ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment