Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં યુવતીનું સગપણ નક્કી થતા યુવક ઉશ્કેરાયો:ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી મિત્રએ કારમાં તોડફોડ કરી

    1 सप्ताह पहले

    રાજકોટની 22 વર્ષીય યુવતી તેના ભાભીના ભાઈને મળવા માટે ગઈ હતી, કારણ કે તેની સાથે તેની સગાઇ થવાની હતી. આ દરમિયાન યુવતીનો પુરુષ મિત્ર આર્યન ચૌહાણ યુવક સાથે જોતા તું આ યુવક સાથે કેમ જઈશ કહેતા તેની સગાઇ થવાની હોવાનું કહેતા ઉશ્કેરાયેલા આર્યનએ યુવતીના ભાવિ મંગેતરની કારમાં છરી વડે હુમલો કર્યો હતો. જો યુવક સાથે વાત કરીશ કે સગાઈ કરીશ તો તમને બન્નેને મારી નાખીશ કહી ધમકી આપતા હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને જોઈ આર્યન ઉશ્કેરાઈ ગયો, બેફામ ગાળો આપી ​રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉં.વ.22) પોતાના ભાભીના ભાઈ આકાશ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે મળવા ગઈ હતી કારણ કે આકાશ સાથે તેની સગાઈની વાતચીત ચાલી રહી હતી. મુલાકાત પૂર્ણ કર્યા બાદ જ્યારે આકાશ પોતાની ફોર્ડ એન્ડોવર ગાડી પાર્ક કરેલી જગ્યાએથી લેવા માટે ગયો અને રોશનીબેન ક્વાર્ટર નીચે ઊભા હતા ત્યારે આરોપી આર્યન ચૌહાણ ત્યાં આવી ચડ્યો હતો. આરોપી આર્યન ચૌહાણને યુવતી સાથે અગાઉ મિત્રતા હતી અને આકાશ સાથે યુવતીને જોઈ આર્યન ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સવાલ કર્યો હતો કે 'તુ કેમ આ ફોરવ્હીલર વાળા સાથે જાશ'. જ્યારે યુવતીએ સ્પષ્ટ કર્યું કે તેમની આકાશ સાથે સગાઈ થવાની છે અને હવેથી તેમની સાથે કોઈ વાત ન રાખે ત્યારે આરોપીએ બેફામ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. છરી કાઢીને ફોર્ડ એન્ડોવર ગાડીના આગળના કાચ તોડ્યા આ દરમિયાન આકાશ ગાડી લઈને ત્યાં આવી પહોંચતા, આર્યને પોતાની પાસે રહેલી છરી કાઢીને આકાશની ફોર્ડ એન્ડોવર ગાડીના આગળના કાચ તેમજ જમણી બાજુના આગળ-પાછળના દરવાજા પર ઘા મારીને ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલા દરમિયાન આકાશ પોતાની ગાડી લઈને ત્યાંથી આગળ નીકળી જવામાં સફળ રહ્યો હતો. સગાઈ કરશે તો તે બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ આરોપી આર્યને યુવતીને ગંભીર ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તે ભવિષ્યમાં આકાશ સાથે વાત કરશે કે સગાઈ કરશે તો તે બંનેને જાનથી મારી નાખશે. આ ધમકી આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. હાલ બનાવ અંગે રોશનીબેને પોતાના પિતા દીલીપભાઈને જાણ કરી હતી અને આકાશ સાથે પોલીસ મથકે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. હાલ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Kolkata’s 70-foot Lionel Messi statue ‘swaying in wind’, officials order its removal after complaint
    Next Article
    રાજકોટમાં ફ્યૂઅલની અછતના લીધે 2 ફ્લાઇટ કેન્સલ:એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈની ફ્લાઈટ 1 જૂનથી 31 જુલાઈ સુધી બંધ, ચેમ્બર ઓફ કોમર્સની ઉડ્ડયન મંત્રીને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment