Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ ટ્રસ્ટ ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા ઉજવશે:ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું

    6 days ago

    આજે ગંગા દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ ક્ષેત્રના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું છે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજલ અભિષેક પણ કરાશે. શાસ્ત્રો અનુસાર, ગંગા દશેરાના દિવસે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. આ દિવસે ગંગામાતાના દર્શન, પૂજા અને આરતીનું વિશેષ મહાત્મ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ સમુદ્ર સાથે સંગમ પામે છે, જેને પરમ પવિત્ર ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ અહીં પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. આજે ત્રિવેણી સંગમ ખાતે ગંગા અવતરણ પૂજા બાદ મહાઆરતી કરવામાં આવશે, ત્યારબાદ તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરાશે. ટ્રસ્ટ દ્વારા ભક્તોને આરતી માટે પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન કરવા અને પોતાની સાથે આરતીની થાળી તથા દીપ લાવવા વિનંતી કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ગંગા દશેરાના આ પાવન આયોજનમાં જોડાવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ત્રિવેણી સંગમ ખાતે સાંજે દીપ મહાઆરતી દ્વારા માત ત્રિવેણીની આરતી ઉતારવામાં આવે છે, જેમાં દેશ-વિદેશથી આવતા યાત્રીઓ તેમજ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ પણ લાભ લે છે.
    Click here to Read More
    Previous Article
    'કોંગ્રેસમાંથી ભાજપ આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા':'અન્ય ને તો 50 લાખ આપે છે', સીઆરના સમયમાં આવેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાઇરલ
    Next Article
    વોટ્સએપ પર મળશે સરકારી સેવા, સરકાર અને મેટા વચ્ચે MoU:હવે આવક-જાતિ પ્રમાણપત્રથી લઈને ફરિયાદ નિવારણ સુધીની 20 સેવાઓ મોબાઇલમાં એક ક્લિકથી ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment