Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલક સહિત ચારનો આબાદ બચાવ:અલથાણમાં કારમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ, એન્જિન સહિત આગળનો ભાગ બળીને ખાખ

    1 सप्ताह पहले

    સુરત શહેરમાં અવારનવાર વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે મોડીરાત્રે વધુ એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અલથાણમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, આખી કાર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. જોકે, કારચાલક સહિત કારમાં સવાર ચાર લોકો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન મળતી માહિતી મુજબ, કારચાલક રાજેશભાઈ કંસાગરા અને તેમના ત્રણ સગા સાથે તેમની કારમાં જઈ રહ્યા હતા. ચાલુ કારમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં એન્જિનના ભાગેથી મોટી જ્વાળાઓ નીકળવા લાગી હતી. કાર ચાલકે તુરંત જ સતર્કતા દાખવી ગાડી રોડની બાજુમાં ઉભી રાખી દીધી હતી અને બહાર નીકળી ગયા હતા. એન્જિન અને કેબિનનો આગળનો ભાગ બળીને ખાખ આગની આ ઘટના એટલી ભયાવહ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા અને રસ્તે ચાલતા વાહનચાલકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે કારના કેબિનનો આગળનો ભાગ અને એન્જિનનો આખો હિસ્સો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. ગાડીનો આગળનો બોનેટનો ભાગ સંપૂર્ણ કાળો પડી ગયો છે અને વાયરિંગ તેમજ એન્જિનના સ્પેરપાર્ટ્સ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો ઘટનાની જાણ થતાં જ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સબ ફાયર ઓફિસર કિશોર પટેલ તેમના હાજર સ્ટાફ અને ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર અધિકારીઓની સમયસૂચકતાના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થિત કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન-સભ્યો માટે 21 કોર્પોરેટરે ફોર્મ ભર્યા:આવતીકાલે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થશે, ચૂંટણી પરિણામના 27 દિવસ બાદ જાહેરાત
    Next Article
    'Divorced Daughter Better Than Dead': Top Law Officer In Twisha Sharma Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment