Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું વકીલ અને પત્રકાર છું, બધાને ગાળો આપીશ':જેસર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ધમાલ મચાવી કોન્સ્ટેબલ પર હુમલો કરનાર શખસ સામે ગુનો દાખલ

    1 week ago

    ભાવનગર જિલ્લાના જેસર પોલીસ મથકના કંપાઉન્ડમાં જ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઊભા રહીને જાહેરમાં અપશબ્દો બોલતા એક શખસને ફરજ પરના કોન્સ્ટેબલે ટોકતાં, તે ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ "હું વકીલ છું અને પત્રકાર પણ છું, હું બધાને ગાળો આપવાનો" તેમ કહી પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી, હુમલો કરી દીધો હતો. સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા બદલ જેસર પોલીસે આ શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા થયો વિવાદ આ ચકચારી બનાવની વિગતો એવી છે કે, જેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજયભાઈ વિહુભાઈ મકવાણાએ જેસર ગામના જ ફૂલવાડી વિસ્તારમાં રહેતા ભાવિક ભોળાભાઈ મકવાણા નામના શખસ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સવારે આશરે 11.10 કલાકે કોન્સ્ટેબલ વિજયભાઈ જ્યારે પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આવ્યા ત્યારે આરોપી ભાવિક મકવાણા ત્યાં ઊભો રહીને ફોન પર જોરજોરથી અપશબ્દો બોલી રહ્યો હતો. "હું વકીલ અને પત્રકાર છું..." કહી કોન્સ્ટેબલ પર કર્યો હુમલો પોલીસ કંપાઉન્ડમાં ગાળાગાળી થતી હોવાથી કોન્સ્ટેબલે તેને ત્યાં અપશબ્દો બોલવાની ના પાડી હતી અને કોને ગાળો આપે છે તેમ પૂછ્યું હતું. આ સાંભળતા જ આરોપી ભાવિક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને રોફ જમાવતા બોલ્યો હતો કે, "હું પોલીસને જ ગાળો આપું છું અને બધાને ગાળો આપું છું. હું વકીલ છું અને પત્રકાર પણ છું એટલે હું તો બધાને અપશબ્દો કહીશ." બંને હાથે નખ મારી દઈને ઈજાઓ પહોંચાડી આરોપી બેફામ બનતાં કોન્સ્ટેબલે તેને પકડીને પોલીસ સ્ટેશનની અંદર આવવા જણાવ્યું હતું. આ દરમિયાન આરોપીએ વધુ ઉશ્કેરાઈને વિજયભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તેણે કોન્સ્ટેબલ પર હુમલો કરી, ઢીંકાપાટુનો માર માર્યો હતો અને બંને હાથે નખ મારી દઈને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. આ રીતે આરોપીએ પોલીસ સ્ટેશનની અંદર જ કાયદાના રક્ષક પર હુમલો કરી સરકારી ફરજમાં ગંભીર અડચણ ઊભી કરી હતી. પોલીસ મથકમાં જ કાયદાના રક્ષક પર થયેલા આ હુમલાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ એલર્ટ થયા છે. ભોગ બનનાર કોન્સ્ટેબલની ફરિયાદના આધારે જેસર પોલીસે આરોપી ભાવિક ભોળાભાઈ મકવાણા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 121(1), 221, 132 અને 296 મુજબ ગુનો દાખલ કર્યો છે અને તેને કસ્ટડીમાં લેવા માટે ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી આવતીકાલે:ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, તમામ ફોર્મ માન્ય, સ્થાનિક રાજકારણમાં ગરમાવો
    Next Article
    નકલી ગોલ્ડ ફ્લેક, નકલી ENO, નકલી ફેવિક્વિક:જશવંતછાપ બીડી, વાઘબકરી ચા અને ટોઇલેટ ક્લિનર પણ ડુપ્લીકેટ, અમદાવાદમાં માગો એ વસ્તુ બ્રાન્ડના નામે પધરાવવાનું રેકેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment