Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી વડોદરા આવી ભાડેથી એક્ટિવા લઈને ચેઈન સ્નેચિંગ કરનાર ઝડપાયો:મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી હતો ફરાર, ગણતરીની કલાકોમાં પકડાયો

    1 week ago

    વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વહેલી સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ફરાર થયેલા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. આરોપી પાસેથી ચોરી કરાયેલી સોનાની ચેઇન અને મોબાઇલ ફોન મળી કુલ 1,23,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. અજાણ્યો એક્ટિવાચાલક સરનામુ પૂછવાના બહાને ચેઈન સ્નેચિંગ કરી ફરાર તા.19/05/2026ના રોજ વહેલી સવારે સુભાનપુરા ખાતે રહેતી ફરિયાદી મહિલા પોતાના પેટ ડોગ સાથે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે નૂતન મહેશ્વર સોસાયટી પામ એક્ઝોટિકા પાસે આવેલા કોમન પ્લોટ નજીક એક અજાણ્યો એક્ટિવા ચાલક મહિલાની પાસે આવ્યો હતો અને સરનામું પૂછવાના બહાને મહિલાના ગળામાં પહેરેલી એક તોલા વજનની પેન્ડલવાળી સોનાની ચેઇન આંચકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો. પોલીસે CCTVના આધારે કરી ધરપકડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે અમિતનગરથી કારેલીબાગ પાણીની ટાંકી રોડ ઉપર આનંદનગર ગ્રાઉન્ડ પાસેથી તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.26, રહે. મકરબા પોલીસ લાઇન, સરખેજ રોડ, અમદાવાદ, મૂળ વતન ભાણપુર, તા.ધાનપુર, જી.દાહોદ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની ઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી તૂટેલી સોનાની ચેઇન અને સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે અમદાવાદથી વડોદરા આવ્યો હતો અને વહેલી સવારે ભાડે એક્ટિવા લઈ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ મહિલાને સરનામું પૂછવાના બહાને નજીક જઈ તેમના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ.1,18,400 કિંમતની સોનાની ચેઇન તથા 5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,23,400નો કબજે કર્યો હતો. આરોપી વધુ તપાસ માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગૂગલ-એપલના નવા 8 ફેરફારો ફોનને વધુ 'સ્માર્ટ' બનાવશે:જેમિની અને જીમેઇલમાં આવશે નવા ફીચર્સ, એપલ iOS 27 સાથે સિરિને અપડેટ કરશે
    Next Article
    ગીર સોમનાથ જિલ્લા પંચાયત: ભાજપના હોદ્દેદારો જાહેર:પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયાના નામ પર મહોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment