Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અણઘડ નિર્ણય:મનપાના સ્વિમિંગ પૂલમાં નવા તરવૈયાઓને એક વર્ષનું સભ્યપદ આપી દેવાતા જૂના સભ્યોમાં રોષ

    1 week ago

    મહાનગરપાલિકાના તમામ સ્વિમિંગ પૂલમાં વર્ષ દરમિયાન સ્વિમિંગ શીખતા અને તરવૈયાઓની ભારે ભીડ રહેતી હોય છે. બુકિંગ ઓપન થાય ત્યારે ફકત એક દિવસમાં તમામ સ્વિમિંગ પૂલ હાઉસફુલ થઈ જાય છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા ત્રિમાસિક સભ્યપદનો નિયમ અમલમાં મુક્યો છે. જેમાં ત્રિમાસિકના છ સેશન્સ પૂરા કરેલા હોય તેવા અનુભવી થઈ ગયેલા સભ્યને એક વર્ષનું સભ્યપદ આપવામાં આવે છે, પરંતુ કોઈપણ કારણોસર હવે આ નિયમમાં અચાનક ફેરફાર કરી એક વર્ષનું સભ્યપદ કોઈપણ વ્યક્તિ લઈ શકે તેવો નિયમ અમલમાં મૂકતા ત્રિમાસિક સભ્યપદ માટે ફોર્મ ભરતાં સભ્યોમાં નિરાશા જાગી છે. ડૂબી જવા જેવી દુર્ઘટનાના ભય સાથે તંત્રએ લાખોની આવક ગુમાવી મનપાના સ્વિમિંગ પૂલમાં વર્ષોથી નિયમ અમલમાં છે કે નવા સભ્યને ત્રિમાસિક સભ્યપદ મળવા પાત્ર છે તેવી જ રીતે એક સભ્યએ સળંગ દોઢ વર્ષ સુધી એટલે કે છ ત્રિમાસિક સેશન પૂર્ણ કર્યા હોય તેને તુરંત એક વર્ષનું સભ્યપદ મળે છે. ત્રિમાસિક સેશન માટે રૂ.670 ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેથી છ સેશન મુજબ 4020ની આવક મનપાને થાય છે, પરંતુ હવે નવો નિયમ અમલમાં મૂકતા એક વર્ષ સભ્યપદ માટે અરજદારે રૂ.1070 ચૂકવવાના થાય છે. જેના લીધે વાર્ષિક સભ્યપદ લીધા બાદ અનેક અરજદારો ડેઈલી સ્વિમિંગ માટે નહીં આવે તેની સામે રેગ્યુલર સ્વિમિંગ માટે આવતાં અને ત્રિમાસિક સભ્યપદ ધરાવતાં અરજદારોની સંખ્યામાં કાપ આવશે. આથી તંત્રએ આવક ગુમાવવાની સાથોસાથ ત્રિમાસિક સભ્ય સાથે અન્યાય કર્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. તેમજ છ સેશન ત્રિમાસિક સ્વિમિંગ કર્યા બાદ મોટાભાગનાં અરજદારો અનુભવી થઈ જતાં હોય છે. આથી સ્વિમિંગ દરમિયાન તેમના ઉપર કોચ દ્વારા વિશેષ ધ્યાન આપવાની જરૂર પડતી નથી અને હવે બિનઅનુભવીને એક વર્ષનું સભ્યપદ આપી દેવાતા આ અરજદારો સ્વિમિંગ માટે આવશે ત્યારે અનેકની સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થશે અને આ મુદ્દે અનેક સ્વિમિંગ પૂલના કોચ દ્વારા અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં તંત્રએ આ મુદ્દો ગંભીરતાથી લેવાના બદલે નવા નિયમની અમલવારી તમામ સ્વિમિંગ પૂલમાં ચાલુ કરી છે. આથી આગામી દિવસોમાં ત્રિમાસિક સભ્યપદ મેળવનારા અરજદારો દ્વારા આ મુદ્દે વિરોધ થાય તેવા અણસાર વર્તાઈ રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    કરજણના અભરા ગામે ખાતર ખાલી કરવાના વિવાદમાં ખૂની ખેલ:પાવડાનો ઘા ઝીંકતા આધેડનું મોત; આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ
    Next Article
    White House Shooting Update LIVE | ટ્રમ્પના વ્હાઈટ બહાર 20 રાઉન્ડ ફાયરિંગથી હડકંપ | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment