Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા ભાજપમાં ઓડિયો ક્લિપના ધડાકાથી જૂથબંધી ચરમસીમાએ:મનપાના હોદ્દાઓની રેસમાં રહેલા દાવેદારોના નામ બદલાયા!, મેયર પદ માટે મિત્તલ પ્રજાપતિનું નામ ચર્ચામાં

    1 सप्ताह पहले

    મહેસાણા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથબંધીનું વરવું સ્વરૂપ સપાટી પર આવ્યું છે. જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં ભાજપના જ કેટલાક અગ્રણી નેતાઓની ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે. જેમાં તેઓ પોતાના જ પક્ષના સાથી નેતાઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા સાંભળવા મળી રહ્યા છે. આ વિવાદાસ્પદ ઓડિયો ક્લિપો જાહેર થતાં જ મહેસાણા ભાજપના આંતરિક સમીકરણો અને રાજકીય ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. રેસમાં રહેલા મુખ્ય દાવેદારોના નામ બદલાયાની ચર્ચા આગામી 26 મેના રોજ મહેસાણા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે વરણી થવાની છે. આ ચૂંટણી પહેલાં જ ઓડિયો ક્લિપનો વિવાદ સામે આવતા પક્ષ હરકતમાં આવ્યો છે અને હોદ્દાઓ મેળવવા માટે અત્યાર સુધી રેસમાં રહેલા મુખ્ય દાવેદારોના નામ રાતોરાત બદલાઈ ગયા હોવાની પ્રબળ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ક્લિપો મહેસાણા મહાનગરપાલિકાના ભાવી રાજકારણનો પલટો કરનારી સાબિત થશે. મેયર પદ માટે મિત્તલ પ્રજાપતિનું નામ ચર્ચામાં નવા બદલાયેલા સમીકરણો મુજબ, મહેસાણા મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદ માટે હવે મિત્તલ પ્રજાપતિનું નામ જોરશોરથી ચર્ચાવા લાગ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદ માટે નિલેશ હરડે સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત તિજોરીની ચાવી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દિપક પટેલ અને રાકેશ પટેલના નામો મોખરે ચાલી રહ્યા છે. 26મીએ સત્તાવાર નામોની યાદી પર સૌની નજર પક્ષના આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિને થાળે પાડવા પ્રદેશ નેતાગીરી પણ સક્રિય થઈ છે. હવે આગામી 26 મેના રોજ જાહેર થનારી સત્તાવાર નામોની યાદી પર સૌની નજર મંડાયેલી છે કે હાઈકમાન્ડ આ જૂથબંધી ડામવા કેવા આકરા નિર્ણયો લે છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળના ફાલતામાં મતગણતરી, ભાજપના દેવાંગ્શુ આગળ:ચૂંટણીમાંથી મેદાન છોડનાર TMCના જહાંગીર ચોથા સ્થાને
    Next Article
    કરજણના અભરા ગામે ખાતર ખાલી કરવાના વિવાદમાં ખૂની ખેલ:પાવડાનો ઘા ઝીંકતા આધેડનું મોત; આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment