Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:કોલીન ક્રોફ્ટ: પ્લેયર ઉપરાંત પાઇલટ

    6 days ago

    અપૂર્વ ભટ્ટ વાત 1981ની છે. 4 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડી રહી હતી. પ્રથમ વન ડે જમૈકાના કિંગસ્ટનમાં રમાઈ . અત્યંત રોમાંચક આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો ઇંગ્લેન્ડ સામે માત્ર 2 રનથી વિજય થયો. આ મેચ પૂરી થયા બાદ વળતા દિવસે ઇંગ્લેન્ડની ટીમને પોર્ટ ઓફ સ્પેઇન ત્રિનિદાદ પહોંચવાનું હતું. જ્યાં ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ 13 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ રમવાની હતી. બે દિવસ હવામાન ખરાબ રહેતા બધી જ ફ્લાઈટ રદ થઈ. તેથી ત્રીજે દિવસે હવામાનમાં થોડો સુધારો થયા બાદ ઇંગ્લેન્ડની ટીમને ત્રિનિદાદ પહોંચાડવા એક ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી. વળી બન્યું એવું કે ચાર્ટર્ડ ફ્લાઈટના કો-પાઇલટ(સહ ચાલક)ની તબિયત બગડતા તે દિવસે ફ્લાઈટ રદ કરવામાં આવી. હવે ત્રિનીદાદની ટીમ સામે મેચ રમવાને આડે એક દિવસ જ રહ્યો હોવાથી કોઈ પણ રીતે ઇંગ્લેન્ડની ટીમને ત્રિનિદાદ પહોંચાડવી પડે તેમ હતી. ચોથા દિવસે સવારે ફરી ચાર્ટર્ડ ફ્લાઈટ ગોઠવાઇ અને ઇંગ્લેન્ડની ટીમ તેમાં બેસીને ત્રિનિદાદ રવાના થઈ. ત્રિનિદાદના એરપોર્ટ પર થોડા ખરાબ હવામાનમાં પણ બંને પાઇલટે કુશળતાથી સંચાલન કરી ફ્લાઈટને સહી સલામત રન વે પર ઉતારી. આથી ફ્લાઈટમાંથી ઊતરતી વખતે ઇંગ્લેન્ડના સુકાની ઇયાન બોથમે સાથી ખેલાડીઓને કહ્યું, ‘આવી વિપરીત પરિસ્થિતિમાં આપણને સહીસલામત પહોંચાડવા બદલ બંને પાઇલટને મળીને તેમનો આભાર માનીએ. ફ્લાઈટમાં બધા ખેલાડીઓ પાઇલટની કેબિનમાં ગયા અને ત્યાં કો-પાઇલટને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કેબિનમાં બેઠેલા કો-પાઇલટને તેઓ ખૂબ સારી રીતે ઓળખતા હતા કારણ કે કો-પાઇલટ તેમની સામે રમી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમનો ખ્યાતનામ ફાસ્ટ બોલર હતો. મિત્રો, આ સફળ કો-પાઇલટની ભૂમિકા નિભાવનારા વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર કોલીન ક્રોફ્ટ હતા. જેઓ તાલીમબદ્ધ લાઇસન્સ હોલ્ડર પાઇલટ હતા. બન્યું હતું એવું કે પેલા કો-પાઈલોટની તબિયત બગડતા કોલીન ક્રોફ્ટે પોતે કો-પાઇલટની જવાબદારી સ્વીકારી ઇંગ્લેન્ડની ટીમને મેચ પહેલા ત્રિનિદાદ પહોંચાડી. આખી પરિસ્થિતિ જાણ્યા બાદ ઇંગ્લેન્ડના દરેક ખેલાડીઓએ કોલીન ક્રોફ્ટને ગળે લગાવી અભિનંદન આપ્યા. યોગાનુયોગ ઇંગ્લેન્ડ કિંગસ્ટનમાં જે વન ડે મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે બે રને હાર્યું. તેમાં ‘મેન ઓફ ધી મેચ’ કોલીન ક્રોફ્ટ જ હતા, જેઓ પછી ત્રિનિદાદ ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ‘મેન ઓફ ધી મેચ’ રહ્યા. }
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:ચીન જઈને ટ્રમ્પે શું મેળવી લીધું?
    Next Article
    વિસ્મય:બાઉટને ઝડપનાર મિશેલ પ્લસ ત્રણ માઈકલના ચહેરા પરનું વિજયી સ્મિત 11 વર્ષ પછી વિલાઈ ગયું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment