Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:બે પરાક્રમકથા

    1 week ago

    અજયસિંહ ચૌહાણ રુબહેને કથાસાહિત્યમાં તો મહત્વનું પ્રદાન કર્યું જ, બાળસાહિત્ય લેખનમાં પણ સક્રિય રહ્યાં. માર્ક ટ્વેઈનની બે અમરકૃતિઓ તેમણે ગુજરાતી વાચકોને આપી. ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ વાર્તા એના નાયક હક ફિનના મુખે કહેવાઈ છે. હકને એક વિધવા શ્રીમતી ડગ્લાસે દીકરા તરીકે અપનાવ્યો હતો. એ હકને સુઘડ, સંસ્કારી અને ધાર્મિક બનાવવા મથતા હતાં. હકને એ બધુ બંધન જેવું લાગતું. પણ, પછી નવી સ્થિતિમાં ઢળવા લાગે છે. એટલામાં એનો દારૂડિયો પિતા આવીને એને લઈ જાય છે. પિતા એને ખૂબ મારતો. માર અને કકળાટ અસહ્ય થઈ પડતાં; એક દિવસ હક તક મળતા મિસિસિપી નદીમાં હોડી લઈને ભાગી જાય છે. એ નદીના જેક્શન ટાપુ પર જાય છે. ત્યાં એને જિમ નામનો ગુલામ મળે છે, એ આઝાદ થવા એના માલિક પાસેથી ભાગી છૂટ્યો હોય છે. તે સમયે ગુલામની મદદ કરવી એ ગુનો ગણાતો હતો. હક સતત મનોમંથન કરે છે કે તે જિમને મદદ કરીને પાપ કરી રહ્યો છે કે પુણ્ય. અંતે તે નક્કી કરે છે કે ભલે તેને નરક મળે પણ તે મિત્ર જિમને સાથ આપશે. હક અને જિમ બંને એક તરાપા પર સવાર થઈને મિસિસિપી નદીમાં આગળ વધે છે. જ્યારે હક નદીમાં પોતાના તરાપાથી અલગ પડી જાય છે, ત્યારે તેને ગ્રેન્જરફોર્ડ કુટુંબ આશરો આપે છે. હક જુએ છે કે એ ખૂબ પ્રતિષ્ઠિત, સુસંસ્કૃત અને શ્રીમંત કુટુંબ છે. પરંતુ, તેમના પાડોશી શેફર્ડસન કુટુંબ સાથે પેઢીઓ જૂનું વેર ચાલે છે. નવાઈની વાત એ છે કે હાલ એમને કોઈને એ યાદ પણ નથી કે આ વેર શરૂ શા માટે થયું હતું. રવિવારે બંને કુટુંબો એક જ ચર્ચમાં જાય, તેમની બંદૂકો દરવાજે મૂકે, પ્રેમ-બંધુતા વિશેનો ઉપદેશ સાંભળે અને ચર્ચની બહાર નીકળતા જ ફરી મરવા-મારવા પર આવી જાય. ગ્રેન્જરફોર્ડની દીકરી સોફિયા અને શેફર્ડસનનો દીકરો હાર્વે પ્રેમમાં પડી ભાગી જાય છે. ત્યારે દુશ્મની લોહિયાળ બની જાય છે. એ પ્રસંગ પુસ્તકનો સૌથી કરૂણ ભાગ છે. ટ્વેઇન બતાવે છે કે દંભી પરંપરાઓ, ખોટા ‘સન્માન' માટે જીવનની કોઈ કિંમત નથી. યાત્રામાં તેમને ડ્યુક અને ડોફિન નામના બે ઠગ મળે છે. એ પોતાને રાજા અને ઉમરાવ તરીકે ઓળખાવતા અને લોકો સાથે છેતરપિંડી કરતા. એ દગાથી જિમને પકડાવી દે છે. જિમને ફેલ્પ્સ ફાર્મ પર કેદ કરવામાં આવે છે. હક જ્યારે તેને બચાવવા ત્યાં પહોંચે છે, ત્યારે તેને ખબર પડે છે કે આ ફાર્મના માલિક તો ટોમ સોયરના કાકા-કાકી છે. પછી ટોમ સોયર પણ ત્યાં આવે છે અને હકની મદદ કરવાનું નક્કી કરે છે. પરંતુ ટોમ સોયર પુસ્તકોના રોમેન્ટિક સાહસોમાં માનનારો છોકરો હતો. તેને જિમને સીધી રીતે છોડાવવામાં રસ નહોતો. એ જિમને મુક્ત કરવા સાહસભરી યોજના બનાવે છે. બધા ભાગવા જાય છે અને ટોમના પગમાં ગોળી વાગે છે. જિમ એને છોડીને ભાગતો નથી અને પકડાય છે. એને જેલમાં પૂરમાં આવે છે અને મારવાની તૈયારી થાય છે, ત્યારે ટોમ હોશમાં આવે છે અને એક રહસ્ય ખોલે છે. જિમની માલિક મિસ વોટસન બે મહિના પહેલા જ મૃત્યુ પામી હતી અને એમણે પોતાની વસિયતમાં જિમને આઝાદ કર્યો હતો. જિમ પણ એક રહસ્ય ખોલે છે કે હકના પિતાનું પણ મૃત્યુ થયું હોય છે. ટોમના કાકી સેલીમાસી હકને દત્તક લેવા માંગે છે પણ હકને રેડ ઇંડિયનોના પ્રદેશમાં જવું હોય છે. એ વાત સાથે હક વાર્તા પૂરી કરે છે. માર્ક ટ્વેઇનનું જીવન અનેક સંઘર્ષોથી ભરેલું. એના પ્રવાસ વર્ણનો પણ લખ્યા છે. આ કૃતિનો પ્રધાન રસ હાસ્ય છે. કિશોરવયના બાળકોની સાહસવૃત્તિ તો અહીં છે જ; સાથે તત્કાલીન અમેરિકન સમાજમાં રહેલી ગુલામીની પ્રથા અને દંભ પર આકરા કટાક્ષ છે. ધીરુબહેન પટેલનો આ અનુવાદ એટલો જીવંત છે; અનેક તળપદા શબ્દો અહીં સહજ રીતે કથાનો હિસ્સો બની ગયા છે. વાંચતાં એવું લાગે; જાણેકે આ કૃતિ ગુજરાતીમાં જ લખાઈ હોય. }
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:આઠમો વાર
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, વૃષભ અને કર્કના જાતકોની આવક વધે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment