Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા જ્યોત્સનાબેન રબારી:ઉપપ્રમુખ કમલેશ પટેલ અને કારોબારી સમિતિના ચેરમેન કૈરવીબેનની વરણી, મહત્વના હોદ્દાઓ પર મહિલાઓનો દબદબો

    1 week ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામો બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતમાં મહત્વના હોદ્દેદારો વિધિવત ચાર્જ આપવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી બોર્ડ બનાવ્યું છે. નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેન સહિતના અગ્રણી હોદ્દેદારોએ આજે સરદાર પટેલ ભવન ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. નવા હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળ્યો આજે વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, ઉપપ્રમુખ કમલેશ પટેલ અને કારોબારી સમિતિના ચેરમેન કૈરવીબેનની વરણી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે મનીષા પરમાર અને રાકેશ ઠાકોરની પસંદગી કરાઈ છે. આજે તમામે વિધિવત પિતાના હોદ્દા આધારે વરણી કરી ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા પંચાયતના હોદ્દાઓમાં મહિલાઓનો દબદબો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપે મેદાન માર્યું છે. નવા બોર્ડમાં મહત્વના ત્રણ હોદ્દાઓ મહિલાઓને આપવામાં આવ્યા છે, જેમાં પ્રદેશ તેમજ જિલ્લા ભાજપા સંગઠને મહિલાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નવનિયુક્ત પાંચેય હોદ્દેદારો પ્રથમ વખત જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. નવા હોદ્દેદારોની વરણી પ્રસંગે ડભોઈ, વાઘોડિયા અને કરજણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત:વરતેજ નજીક ટ્રકે અચાનક બ્રેક મારતાં બાઇક ચાલક આધેડનું કરુણ મોત
    Next Article
    Horrifying accident in Ajmer | અજમેરમાં રૂંવાડા ઉભા કરી દેતો અકસ્માત | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment