Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછાની લિટલ સ્ટાર હોસ્પિટલના સ્ટોર રૂમમાં આગ:બિલ્ડિંગના કાચ ધડાધડ તૂટ્યા, બે ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો

    1 सप्ताह पहले

    સુરતના વરાછાના જાણીતા યોગીચોક વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલના સ્ટોર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા જ બિલ્ડીંગના કાચ ધડાધડ તૂટવા લાગ્યા હતા અને જોરદાર અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે, સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને કોઈ જાનહાનિ થવા પામી નથી. હોસ્પિટલના સ્ટોર રૂમમાં આગ લાગી મળતી માહિતી મુજબ, વરાછાના યોગીચોક ખાતે આવેલા પ્રગતિ આઈટી વર્લ્ડ બિલ્ડિંગમાં 'લિટલ સ્ટાર હોસ્પિટલ' આવેલી છે. આ હોસ્પિટલના સ્ટોર રૂમમાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. સ્ટોર રૂમમાં રહેલા સામાનને કારણે આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા રૂમમાં કાળોડિબાંગ ધુમાડો વ્યાપી ગયો હતો. બિલ્ડિંગના કાચ ધડાધડ તૂટવા લાગ્યા આગની તીવ્રતા અને અંદર પેદા થયેલી અતિશય ગરમી તેમજ ગેસના પ્રેશરના કારણે બિલ્ડિંગના કાચ ધડાધડ તૂટવા લાગ્યા હતા. કાચ તૂટવાના મોટા અવાજો અને હોસ્પિટલમાંથી નીકળતા ધુમાડાને જોઈને આસપાસના લોકો, રાહદારીઓ અને હોસ્પિટલમાં હાજર દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને હોસ્પિટલ સ્ટાફ ફાયરને જાણ કરી આગ વધુ વિકરાળ બને અને હોસ્પિટલના અન્ય વોર્ડ અથવા આખી બિલ્ડિંગને લપેટમાં લે તે પહેલાં જ સ્થાનિક લોકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આગની ઘટના હોવાના કારણે ફાયર કંટ્રોલ રૂમ પણ તુરંત એક્શનમાં આવ્યો હતો. બે ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે નજીકના બે ફાયર સ્ટેશન, કાપોદ્રા ફાયર સ્ટેશન અને પુણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે સમયસર પહોંચીને પાણીનો મારો ચલાવતાં આગ આગળ વધતી અટકી ગઈ હતી અને તેને સમયસર થાળે પાડી દેવામાં આવી હતી. કોઈ મોટી જાનહાનિ થઈ નથી ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ પ્રાથમિક દ્રષ્ટિએ સામાન્ય સ્તરની હતી અને તે સ્ટોર રૂમ પૂરતી જ સીમિત રહી હતી. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે જો આગ અન્ય ભાગોમાં ફેલાઈ હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. પરંતુ સમયસર મેળવવામાં આવેલા કાબૂને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી કે કોઈ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    મહુવાના કુંડાસ ગામની ઘટના:પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપ અને કુહાડી વડે જીવલેણ હુમલો
    Next Article
    ડીઝલ પી જતાં યુવકની તબિયત લથડી:મોટા કેનમાંથી ડીઝલ ટ્રાન્સફર કરતી વખતે નળીથી મોઢેથી ખેંચવા જતાં બનાવ બન્યો, ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment