Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એનિમલ'માં બોબીના વિલન બનવાથી ધર્મેન્દ્ર ખુશ નહોતા!:બાદમાં ક્રેઝ જોઈને કહ્યું, 'લોકો તો તારા દીવાના થઈ ગયા'; ક્રિકેટ ગ્રાઉન્ડના ફોટોને લીધે મળ્યો હતો રોલ

    1 सप्ताह पहले

    બોબી દેઓલે ‘એનિમલ’માં ધમાકેદાર પરફોર્મન્સ આપીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે, બોબીના વિલન બનવાથી પિતા ધર્મેન્દ્ર વધારે ખુશ નહોતા. બોબી દેઓલે તાજેતરમાં આ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, પરંતુ બાદમાં સોશિયલ મીડિયા દ્વારા તેમને જાણ થઈ હતી કે તેણે ભજવેલો કિરદાર ખૂબ હિટ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, તેણે સલમાનની મદદથી કમબેક કરવા અને આશ્રમ સિરીઝમાં લીડ રોલ મળવાથી થયેલી હેરાની પર પણ વાત કરી છે. ‘તું ફિલ્મમાં શર્ટ ઉતારીશ’ શેખર સુમનના શો 'શેખર ટુનાઈટ'માં પહોંચેલા બોબી દેઓલે જણાવ્યું છે કે, તેની પાસે લાંબા સમયથી કામ નહોતું. એક દિવસ અચાનક તેની પાસે સલમાન ખાનનો ફોન આવ્યો. સલમાને તેને પૂછ્યું- ‘તું ફિલ્મમાં શર્ટ ઉતારીશ?’ બોબીએ જવાબ આપ્યો, ‘હા, હું બધું જ કરી લઈશ.’ આના પર સલમાને કહ્યું કે, 'સ્ક્રિપ્ટ સાંભળવા આવી જજે.' અને આ રીતે બોબી દેઓલે ‘રેસ 3’થી કમબેક કર્યું. માતાની બહેનપણીઓએ વખાણ કરતા બોબી ગદગદ થઈ ગયો એના થોડા દિવસ પછી જ તેને 'આશ્રમ' સિરીઝના કાસ્ટિંગ માટે ફોન આવ્યો. તે ગયો અને તેણે ડિરેક્ટર પાસેથી આખી સ્ક્રિપ્ટ સાંભળી. તે સમયે બોબી દેઓલને લાગ્યું કે તેને ઇન્સ્પેક્ટરનો સાઇડ રોલ આપવામાં આવશે, કારણ કે તેની કારકિર્દી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. પરંતુ પછી ડિરેક્ટરે તેને જણાવ્યું કે તેને નિરાલા બાબાનો લીડ રોલ કરવાનો છે. આ સિરીઝ હિટ રહી. એક અઠવાડિયા પછી માતાએ બોબીને બોલાવીને કહ્યું, 'તેં કોઈ શો કર્યો છે આશ્રમ? મારી કેટલીક બહેનપણીઓ કહી રહી હતી કે તારા દીકરાએ આશ્રમમાં ખૂબ સારું કામ કર્યું છે.' આ સાંભળીને બોબી દેઓલ ખુશ થઈ ગયો કે તેનો રોલ પસંદ કરવામાં આવી રહ્યો છે. 'તું એનિમલમાં વિલન બનીશ?' આ પછી જ્યારે તેને 'એનિમલ' મળી, ત્યારે તેણે ધર્મેન્દ્રને આ વાત જણાવી. આના પર તેઓ ખાસ ખુશ ન થયા, તેમણે બસ એટલું પૂછ્યું, 'તું એનિમલમાં વિલન બનીશ?' આના પર બોબીએ કહ્યું- 'હા પપ્પા.' તેમણે ફરી પૂછ્યું- 'તારો રોલ કેટલો છે?' બોબીએ કહ્યું- 'સારો રોલ છે પપ્પા.' આગળ બોબીએ કહ્યું, ‘તેમને ઇન્સ્ટાગ્રામનો ખૂબ શોખ હતો. અમારા હોલમાં જેવો પ્રવેશ કરો, ત્યાં એક સોફા છે, ત્યાં બેઠા રહેતા હતા. એક દિવસ જેવો હું કામ પરથી આવ્યો, તો કહે છે, બોબ, લોકો તો તારા દીવાના થઈ ગયા છે. તે મને જોઈને ખૂબ ખુશ હતા.’ એક તસવીરને કારણે બોબીને એનિમલમાં કામ મળ્યું બોબી દેઓલે વાતચીતમાં એ પણ જણાવ્યું છે કે, તેને CCL (સેલિબ્રિટી ક્રિકેટ લીગ)ની એક તસવીરને કારણે 'એનિમલ' ફિલ્મમાં કામ મળ્યું હતું. એક દિવસ સંદીપ રેડ્ડી વાંગાએ કોઈ અખબાર કે મેગેઝિનમાં છપાયેલી બોબીની ક્રિકેટ રમતી એક તસવીર જોઈ અને તેની કાસ્ટિંગનો નિર્ણય કર્યો. જ્યારે બોબી તેને મળવા ગયો, તો સંદીપ રેડ્ડીએ કહ્યું હતું, 'મેં તારો એક ફોટો જોયો, આ ફોટોમાં જે તારા એક્સપ્રેશન છે, તે જોઈને મેં તને પસંદ કર્યો.'
    Click here to Read More
    Previous Article
    Three violations, one fine: NBDSA lets Zee News off easy on anti-Muslim broadcasts
    Next Article
    મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા:બહુમતી ભાજપની પણ પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે; આદિવાસી મહિલા અનામતને પગલે અઢી વર્ષ હોદ્દા પર રહેશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment