Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચમા માળેથી પટકાતા યુવકનું મોત:સેફ્ટી સાધનો વગર કામ કરાવવાનો આક્ષેપ, હરણીના અમરદીપ ઈન્ફીનિટી બિલ્ડીંગમાં દુર્ઘટના

    1 week ago

    શહેરના હરણી વિસ્તારમાં અમરદીપ ઇન્ફીનિટી હાઇરાઇઝ બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. 23 મેએ મોડી રાત્રે મટીરીયલ ચઢાવતી વખતે પાંચમા માળેથી નીચે પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો મૃતકની ઓળખ વિક્રમ ચૌધરી તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના ગોલાસણ ગામનો વતની હતો. કન્સ્ટ્રક્શન સાઇટ પર નીચે પટકાયા બાદ ગંભીર ઈજાગ્રસ્ત યુવકને પ્રથમ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જોકે, ત્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સાથી કામદારોનો સેફ્ટી વિના કામ કરાવવાનો આક્ષેપ સાથી કામદારોએ આરોપ લગાવ્યો છે કે સાઇટ પર સેફ્ટી સાધનો વગર કામ લેવાતું હતું. કોન્ટ્રાક્ટર ગોવિંદ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મૃતકના પરિવારે અમર ગ્રુપ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. લીગલ કાર્યવાહી થવી જોઈએ: અંબારામ ચૌધરી આ અંગે અંબારામ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ઘરે સુતા હતા ત્યારે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અમે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે સામાન લિફ્ટમાં ચડાવતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સેફ્ટી ખુબજ જરૂરી છે, અને આ મામલે લીગલ કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    દેશના 51000 યુવાનોને સરકારી નોકરીના ઓર્ડર:PM એ કહ્યું 5 દેશની યાત્રા થકી યુવાધનને ફાયદો, માંડવીયાએ કહ્યું કોંગ્રેસના 10 વર્ષમાં 4.50 કરોડ સામે ભાજપના કાર્યકાળમાં 17 કરોડને નોકરી મળી
    Next Article
    Newly Married Couple Die By Suicide Within Days Of Each Other In Gwalior

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment