Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ કલાકો બાદ કાબૂમાં:એક શ્રમિકનો મૃતદેહ મળ્યો, ત્રણને અમદાવાદ સિવિલ ખસેડાયા; કલોલના સાંતેજ પાસે આવેલી છે 'ફેઈથ' કંપની

    1 सप्ताह पहले

    કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ બનાવતી ફેક્ટરીમાં આજે(22 મે) ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર, અમદાવાદ, કડીથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતો અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક શનિ રવિદાસનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 3 કર્મચારીઓ દાઝ્યા હતા જેમને અમદાવાદની અસારવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. ભીષણ આગના કારણે દૂર દૂરથી ધુમાડાના ગોટા જોવા મળ્યા મળતી માહિતી મુજબ, સાંતેજ સ્થિત વેક્સ બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં મોટા જથ્થામાં વેક્સ (મીણ)નો સ્ટોક હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસના વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડીથી ફાયરની ટીમો પહોંચી હતી આગની ગંભીરતાને જોતા તુરંત જ કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડી સહિતના આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. વધતી જતી ગરમીના કારણે પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. જો કે 10 લાખ લિટર પાણી અને ફોમનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ લાગવાનું કારણ અકબંધ સુરક્ષાના ભાગરૂપે લોકોની ભીડને દૂર કરી વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ આગની ગંભીરતાને જોતા કલોલના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ અને તપાસ બાદ જ આગ લાગવા પાછળનું સચોટ કારણ બહાર આવશે. બે કામદારો દાઝ્યા, એક ઈજા્ગ્રસ્ત થયો આ અંગે સાથે જ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મૂછાળે જણાવ્યું કે આ આશરે 4:30 થી 5વાગ્યાની આસપાસ લાગી હતી. જેમાં બે લોકો સામાન્ય દાઝ્યા છે. જ્યારે એક વ્યક્તિ ને દોડધામમાં સામાન્ય ઈજા પહોંચી છે. હાલમાં ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.આ આગ કેવી રીતે લાગી એ હજી જાણી શકાયું નથી. આ કંપનીમાં દિવસની શિફટમાં 20 અને નાઈટશિપમાં 15 કારીગરો સહિતનો સ્ટાફ કામ કરતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હોવાનું વધુમાં પીઆઇ મૂછાળે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, મહેસાણામાં પેટ્રોલના રૂ 99.40:ડીઝલ રૂ 95.33ને પાર, 9 દિવસમાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો
    Next Article
    12 PM Gujarati News LIVE | 12 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment