Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:પરવાળાના ખડકોમાં પ્રાણ ફૂંકતું અંડરવોટર મ્યુઝિક

    1 सप्ताह पहले

    જમૈકાનો ઉત્તરીય દરિયાકાંઠો તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતો છે. આ એ જ લોકેશન છે, જ્યાં જેમ્સ બોન્ડની સુપરહિટ ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાય’નાં દૃશ્યો શૂટ કરવામાં આવ્યાં હતાં. પરંતુ આજે, આ જ લલચાવતાં વાદળી પાણીની નીચે એક વાસ્તવિક જીવનનું યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આ યુદ્ધ કોઈ વિલન સામે નથી, પરંતુ જમૈકાના જીવંત પરવાળાના ખડકોને વિનાશના આરેથી પાછા ખેંચવા માટેનું છે. કલ્પના કરો તમે સમુદ્રનાં પાણીમાં ડૂબકી લગાવો છો અને ત્યાં તમને માછલીઓના અવાજને બદલે વોટરપ્રૂફ સ્પીકર્સમાંથી આવતું સંગીત સંભળાય તો? આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું દૃશ્ય નથી, પણ જમૈકાના ઉત્તર કિનારે ચાલી રહેલી એક વાસ્તવિક અને અત્યંત મહત્ત્વની મિશનની વાત છે. પર્યાવરણવિદો અને કલાકારોની એક ટીમ દરિયાના પેટાળમાં ‘અંડરવોટર બૂમબોક્સ’ લગાવી રહી છે જેથી મૃત્યુ પામી રહેલા પરવાળાના ખડકો એટલે કે કોરલ રીફ્સમાં ફરી પ્રાણ ફૂંકી શકાય. કેમ દરિયામાં સંગીતની જરૂર પડી? એક તંદુરસ્ત પરવાળાનો ખડક ખરેખર ખૂબ જ ઘોંઘાટિયો હોય છે. ત્યાં ઝીંગાનો ચટકા જેવો અવાજ, માછલીઓનો ગણગણાટ અને પાણીના પ્રવાહનો એક લયબદ્ધ અવાજ હોય છે. આ અવાજ દરિયાઈ જીવો માટે ‘એડ્રેસ’ જેવું કામ કરે છે. નાની માછલીઓ અને પરવાળાના લાર્વા આ અવાજ સાંભળીને ખડકો તરફ ખેંચાઈ આવે છે અને ત્યાં પોતાનું ઘર બનાવે છે. પરંતુ, જ્યારે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે આ ખડકો મરવા લાગે છે, ત્યારે ત્યાં ભયાનક શાંતિ છવાઈ જાય છે. કલાકારોએ મધ-દરિયે જમાવટ કરી ઈટાલિયન કલાકાર માર્કો બેરોટી અને મરીન બાયોલોજિસ્ટ્સની ટીમ આ જ શાંતિને તોડવા માંગે છે. તેઓ સૌર ઊર્જાથી ચાલતા સ્પીકર્સ દ્વારા તંદુરસ્ત રીફના અવાજો રેકોર્ડ કરીને વગાડે છે. આ પ્રયોગ પાછળનું વિજ્ઞાન ‘એકોસ્ટિક એનરિચમેન્ટ’ તરીકે ઓળખાય છે. ગ્લોબલ વોર્મિંગ : એક વૈશ્વિક સંકટ પરવાળાના ખડકો સમુદ્રના માત્ર 1% ભાગમાં જ ફેલાયેલા છે, પરંતુ તેઓ 25% દરિયાઈ જીવોનું ઘર છે. તેઓ દરિયાઈ તોફાનો સામે કુદરતી દીવાલ બનીને કિનારાના વિસ્તારોનું રક્ષણ કરે છે. 1950 પછી દુનિયાએ તેના અડધાથી વધુ પરવાળા ગુમાવી દીધા છે. 2023માં આવેલા ભયાનક ‘મરીન હીટવેવ’ને કારણે કેરેબિયન સમુદ્રનું પાણી ગરમ ટબ જેવું થઈ ગયું હતું, જેનાથી પરવાળા સફેદ પડી ગયા, જે ‘કોરલ બ્લીચિંગ’થી ઓળખાય છે. આ ઉપરાંત આ સ્થિતિમાં તેઓ ભૂખમરાથી મરવા લાગ્યા. મ્યુઝિક અને મેચમેકિંગ જમૈકાના આ પ્રોજેક્ટમાં માત્ર સંગીત જ નથી, પણ ‘કોરલ મેચમેકિંગ’ પણ થઈ રહ્યું છે. લેબમાં વૈજ્ઞાનિકો પરવાળાનાં ઇંડાં અને શુક્રાણુઓનું કૃત્રિમ રીતે મિલન કરાવીને નવા પરવાળા ઉગાડે છે. જ્યારે આ સ્પીકર્સ માછલીઓને આકર્ષે છે, ત્યારે લેબમાં ઉગાડવામાં આવેલા પરવાળાને કલાત્મક શિલ્પો પર સ્થાપિત કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફમાં થયેલા આવા જ એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, સંગીત વગાડવાથી માત્ર 6 અઠવાડિયાંમાં માછલીઓની વસ્તી બમણી થઈ ગઈ હતી. માછલીઓ આવવાથી ખડકોની સફાઈ થાય છે અને પરવાળાને વધવા માટે યોગ્ય વાતાવરણ મળે છે. વિજ્ઞાન અને કલાનો સંગમ જમૈકાના આ દરિયાઈ અભિયાનમાં વિજ્ઞાન અને કલાનો અનોખો સંગમ જોવા મળે છે. જોકે આ પ્રયોગો આશાસ્પદ છે, પણ મૂળ સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે. જ્યાં સુધી આપણે પૃથ્વીનું તાપમાન વધતું અટકાવીશું નહીં, ત્યાં સુધી આવા પ્રયોગો માત્ર ‘બેન્ડ-એઇડ’ જેવું કામ કરશે. છતાં, જમૈકાના સ્પીકર્સમાંથી નીકળતો અવાજ એ માત્ર સંગીત નથી, પણ માનવજાતની પ્રકૃતિને બચાવવાની જિજીવિષાની બૂમ છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:બાબાઓનું ભૌતિક સામ્રાજ્ય: આસ્થા કે અંધાપો?
    Next Article
    પ્રસંગકથા:કલાપારખુ કૃષ્ણકુમાર સિંહજી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment