Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ પ્રદર્શન‎:નીટનું પેપર ફૂટી જવા મુદ્દે મોરબી જિલ્લા કોંગ્રેસે ડબ્બા વગાડ્યા

    1 सप्ताह पहले

    નીટનું પેપર ફૂટી જવા મુદ્દે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ અને યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડબ્બા વગાડીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં નીટનું પેપર ફૂટી જવાથી લાખો વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા છે. ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ તથા જિલ્લા યૂથ કોંગ્રેસની ટીમ દ્વારા મોરબીના નગર દરવાજા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને સરકારને ઢંઢોળવા માટે ખાલી ડબ્બાને વગાડવામાં આવ્યા હતા. અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ વારંવાર પેપર ફૂટી જવાની જે ઘટનાઓ બની રહી છે તેના લીધે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય આથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નર્સની રીલ પર કોમેન્ટ કરીને શખ્સે અભદ્ર મેસેજ કર્યા:યુવતીના 5થી વધુ ફેક આઇડી બનાવ્યા, ફોટો મૂકી 'MY LOVE'લખ્યું; નવરંગપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવી
    Next Article
    Rajkot Crime News | રાજકોટમાં દારૂ પીવાથી મોત અંગે મોટો ખુલાસો | Police | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment