Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો:રાજકોટમાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બે લોકોની હત્યા કરાયાનો મામલો

    1 सप्ताह पहले

    રાજકોટના દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બેની હત્યા કરવાના મામલામાં મુખ્ય આરોપી જીણાભગત ઉર્ફે જીણા ગોહિલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડથી બચવા માટે વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આરોપી વિરુદ્ધ બીએનએસ (BNS)ની કલમ 226 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આરોપી જીણા ગોહિલને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…… રાજકોટમાં દારુ પીધા બાદ બે વ્યકિતના મોત થયા હતાં. શહેરની ભગીરથ સોસાયટીમાં બે લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની એક કોથળી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં દારુ પીધા બાદ બંનેના મોત નિપજ્યાનું સામે આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે. તો બીજી તરફ મૃતકના પરિવારજને દારૂમાં ઝેર ભેળવી હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વેબ સિરીઝને ટક્કર મારતી સુરેન્દ્રનગરની મર્ડર મિસ્ટ્રી:પતિ-સંતાનોને છોડી મહિલા જેઠ સાથે ભાગી, તેના જ મિત્ર સાથે પ્રેમ સંબંધ બાંધ્યા; પ્રેમી સાથે મળી જેઠનું જ ઢીમ ઢાળી દીધું
    Next Article
    નામો જાહેર કરવામાં ઐતિહાસિક વિલંબ:રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો થવા આવ્યો છતાં પદાધિકારીઓનાં નામની જાહેરાત બાકી ! આગામી સપ્તાહે જાહેરાતની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment