Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ:કર્મચારીએ સરકારી નાણા અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા, પોલીસ તપાસ શરૂ

    1 week ago

    જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોલેજની એડમિન ઓફિસમાં ફરજ બજાવતા એક કર્મચારીએ સરકારી નાણાં પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી શૈક્ષણિક અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડની વિગતો સપાટી પર આવતા જ તાત્કાલિક સક્રિય થયા હતા. તેમણે જામનગરના સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને આ ભ્રષ્ટાચાર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સરકારી સંસ્થામાં થયેલી કરોડો રૂપિયાની ઉચાપતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. સીટી DYSP અને સીટી 'બી' પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સરકારી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરનાર મુખ્ય શંકાસ્પદ કર્મચારીની પૂછપરછ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા આ નાણાં ક્યાં અને કોના-કોના ખાતામાં મોકલવામાં આવ્યા છે તે દિશામાં સઘન પૂછપરછ અને બેંક સ્ટેટમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં, તે આગામી પોલીસ તપાસમાં બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુરુદેવો મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી લીંબડી પધાર્યા:સુરેન્દ્રનગરના શ્રાવકોએ લીંબડી સુધી પદયાત્રા કરી ગુરુભક્તિ દર્શાવી
    Next Article
    After Salman Khan's 'Lonely' Post, The Superstar Says His Mom Asked, 'Kya Hua Beta?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment