Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની એકનો ગોળ, એકને ખોળની નીતિ:જાણીતી શાળાઓ, વેપારીઓની અનધિકૃત જાહેરાતો સામે લાલઆંખ, રાજકીય બેનરો સામે આંખ આડા કાન !

    1 सप्ताह पहले

    રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈડર અને પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકસાન કરનારા સામે રાજકોટ મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવ શાખા દ્વારા માર્ચ 2026 અને એપ્રિલ 2026 દરમિયાન આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ કુલ 32 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અને આ યાદીમાં શહેરની જાણીતી શાળાઓ, એકેડેમીઓ, જ્વેલર્સ અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંથી અનધિકૃત જાહેરાતો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકીય પાર્ટીઓના બેનર સામે આંખ આડા કાન કરાતા સવાલો ઉઠ્યા જો કે, મહાનગરપાલિકાની આ કામગીરી સામે સ્થાનિક સ્તરે સવાલો પણ ઉઠી રહ્યા છે. ચર્ચા મુજબ, સત્તાધારી પક્ષ ભાજપના અનેક બેનરો અને પોસ્ટરો શહેરમાં લાગેલા હોવા છતાં તેને હટાવવામાં આંખ આડા કાન કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ જાણીતી શાળાઓ સહિત 32 સંસ્થાઓને તાત્કાલિક નોટિસ ફટકારી દેવામાં આવી છે. તંત્રની આ પક્ષપાતી નીતિને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા રાજકોટની જાહેર જનતા અને તમામ વ્યવસાયિકોને અપીલ કરવામાં આવી છે કે, શહેરના માર્ગો, સર્કલો કે પોલ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતો લગાવી નહીં. રાજકોટનાં રૂખડીયામાં રેલવે તંત્રની નોટીસને લઈ કોંગ્રેસ આગેવાનો દ્વારા ડીઆરએમને રજૂઆત રાજકોટમાં આજી નદી પાસે અને રૂખડીયા કોલોનીમાં છેલ્લા 70 વર્ષથી વસવાટ કરતા 250 જેટલા પરિવારોને દિન-7માં જમીન ખાલી કરવા માટે રેલવે તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવતા રહીશોમાં ભારે દેકારો મચી ગયો છે. અચાનક મળેલી આ નોટીસને પગલે પોતાના આશિયાના છીનવાઈ જવાની ભીતિથી સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે રહીશોએ કોંગ્રેસ આગેવાનોને સાથે રાખીને રેલવેના ડીઆરએમને રજૂઆત કરી આ બાબતે પુન: વિચારણા કરવાની ઉગ્ર માંગણી ઉઠાવી છે. કોંગ્રેસની રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગરીબ પરિવારો વર્ષોથી આ જગ્યા પર રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. રેલવેના સિનિયર સેકશન ઈજનેર દ્વારા આપવામાં આવેલી આ નોટિસ નિયમોનું ઉલ્લંઘન કરે છે, કારણ કે આવી કાર્યવાહી કરતા પહેલા રહીશોને પર્યાપ્ત 30 દિવસનો સમય આપી પ્રથમ સાંભળવાની તક પૂરી પાડવી જોઈએ. ઉપરાંત, તા.15 મેથી 30 ઓક્ટોબર સુધી પ્રિ-મોન્સુન કામગીરી અને ચોમાસાની ઋતુ ચાલતી હોઈ, માનવતાના ધોરણે ઓક્ટોબર સુધીનો સમય લંબાવી આપવો જોઈએ. આકરા તાપમાં પણ મચ્છરોનો ઉપદ્રવ યથાવત, છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુ સહિત 1858 કેસ નોંધાયા રાજકોટમાં કાળઝાળ ગરમીની વચ્ચે પણ રોગચાળો યથાવત રહ્યો છે, જ્યાં અઠવાડિયામાં રોગચાળાના કુલ 1858 કેસ નોંધાયા છે. આરોગ્ય અને મેલેરીયા શાખાના તા.11-5 થી 17-5 સુધીમાં શહેરમાં સામાન્ય તાવના 819 કેસ, શરદી-ઉધરસ 606 કેસ અને ઝાડા-ઉલ્ટીના 429 કેસ નોંધાયા છે. ઉપરાંત, મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનો 1 કેસ અને પાણીજન્ય રોગચાળામાં ખતરનાક ટાઇફોઇડ તાવના 3 કેસ સામે આવ્યા છે. ઉનાળાના આકરા તાપમાં પણ મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય બિમારીઓ ચિંતાનો વિષય બન્યા છે. આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખોરાક અને પાણીની ગુણવત્તા ચકાસવા માટે 1434 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ફિલ્ડવર્કરો દ્વારા 29155 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 133 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. તેમજ મચ્છરોની વધુ ઘનતાવાળા સંવેદનશીલ વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી કામગીરી કરાઈ છે. મચ્છર ઉત્પત્તિ સબબ બેદરકારી બદલ રહેણાંક સિવાયની 655 મિલ્કતોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી રહેણાંકના 245 અને કોર્મશીયલ 32 આસામીઓને નોટીસ ફટકારવાની વહિવટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં 2.43 લાખથી વધુ કરદાતાએ રૂ. 152.96 કરોડ ચૂકવ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 7 એપ્રિલથી શરૂ કરવામાં આવેલી એડવાન્સ વેરા વળતર યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આજે બપોર સુધીમાં કુલ 2,43,993 કરદાતાઓ દ્વારા રૂ. 152.96 કરોડનો વેરો એડવાન્સમાં ભરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રમાણિક કરદાતાઓને રૂ. 18.30 કરોડ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. વસૂલાતમાં ડિજિટલ માધ્યમનો ક્રેઝ જોવા મળ્યો છે, જેમાં 1,86,253 કરદાતાઓએ ઓનલાઇન રૂ. 111.21 કરોડ ચૂકવ્યા છે, જ્યારે 57,731 કરદાતાઓએ ચેક તથા રોકડા દ્વારા રૂ. 41.74 કરોડની ચૂકવણી કરી છે. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગયા વર્ષે આજદિન સુધીમાં કુલ રૂ. 148 કરોડની આવક સામે ચાલુ વર્ષે રૂ. 152.96 કરોડની આવક થઈ છે. આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ આગામી તા. 31-5 સુધી સામાન્ય કરદાતાઓને 10%, મહિલા મિલકતધારકોને 15% વળતર મળી રહ્યું છે. ત્યારબાદ તા. 1 જૂન 2026 થી 30 જૂન સુધી મહિલાઓ માટે 10% અને સામાન્ય કરદાતાઓ માટે 5% ડિસ્કાઉન્ટની જોગવાઈ રાખવામાં આવી છે. રાજકોટમાં 629 ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી 243 સેન્ટરો બંધ, 7 નવા સેન્ટર શરૂ કરવા, 9 રિન્યુઅલની અરજી રાજકોટ જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. (PC PNDT) એટલે કે ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો એક્ટના કડક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સોનોગ્રાફી અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો ખાતે લિંગ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવા સૂચના આપવામાં આવી હતી. જેમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ નોંધણી માટે આવેલી કુલ 16 અરજીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 9 રિન્યુઅલ અને 7 નવી અરજીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 629 સેન્ટરો રજીસ્ટર થયેલા છે. જેમાંથી હાલમાં 372 સેન્ટરો સક્રિય છે. કાયદાના ભંગ બદલ અથવા અન્ય વહીવટી કારણોસર 14 સેન્ટરોને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 243 સેન્ટરો કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે. આ બેઠક સામાજીક કાર્યકર એડવોકેટ ભાવનાબેન જોશીપુરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર.ફુલમાળી, જસદણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.કે.રામ, ગાયનેકોલોજિસ્ટ ડો. કમલ ગોસ્વામી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Rubika Liyaquat quits News18 India, Sushant Sinha leaves Times Now Navbharat
    Next Article
    El Nino In India Live | શું સુપર અલ નીનો ભારત માટે મુશ્કેલી સર્જશે ? | Weather Forecast | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment