Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોનીએ ગાયકવાડને કેપ્ટનશીપનો ગુરુમંત્ર આપ્યો:કહ્યું- 'ફ્રી હેન્ડ આપ્યા છે, ક્રિકેટમાં ફૂટબોલ જેવું નથી કે કેપ્ટન જ બોસ હોય'; આજની મેચ રમવા પર મૌન

    1 सप्ताह पहले

    ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ પર નિવેદન આપ્યું. તેણે રવિવારે ટ્રેનિંગ સેશન પહેલા આયોજિત કાર્યક્રમમાં કહ્યું- અમે તેને ફ્રી હેન્ડ આપ્યો છે. મેં ઋતુને સ્પષ્ટ કહ્યું છે કે CSKને તે જ રીતે ચલાવો, જે રીતે તમે ચલાવવા માંગો છો. હું પણ લાંબા સમયથી આ ટીમને આ જ રીતે ચલાવતો આવ્યો છું. 44 વર્ષના પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ ક્રિકેટમાં કેપ્ટનના અધિકારો પર પણ વાત કરી. તેણે કહ્યું- મને હંમેશા લાગે છે કે ક્રિકેટ એવી રમત છે, જ્યાં મેદાન પર કેપ્ટનને જ નિર્ણય લેવાના હોય છે. હા, કોચ અને સપોર્ટ સ્ટાફ હોય છે, પરંતુ આ ફૂટબોલ જેવું નથી, જ્યાં મેનેજર બધું નક્કી કરે છે.' જોકે, ધોનીએ આજના IPL મેચમાં પોતાના રમવા પર અપડેટ આપ્યું નથી, જેમાં ચેન્નઈનો મુકાબલો હૈદરાબાદ સામે થશે. આ ટીમનો ઘરઆંગણે આ સીઝનનો છેલ્લો લીગ મેચ છે. ધોનીએ ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી. ધોનીએ પ્રેક્ટિસમાં મોટા-મોટા શૉટ માર્યા ધોનીની 4 વાતો… આ સીઝનમાં ધોની કોઈ મેચ રમી શક્યા નથી ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. જોકે, તે કાફ સ્ટ્રેન (પિંડલીની ઈજા)ને કારણે આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યા નથી. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નઈને 5 વખત IPL જીતાડી છે. તેઓ ભારતીય લીગમાં 5 હજારથી વધુ રન બનાવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026 Live: Amar Ujala Samwad मंच पर दिग्गजों ने सुनाया संघर्ष का सफर|Sangram Singh
    Next Article
    સુરતમાં ભાજપના નેતાની હત્યા, CCTV:માતાએ કહ્યું- મોડો આવવાનો છું, એમ કહીને ઘરેથી નીકળ્યો હતો, પિતા બોલ્યા ‘ગુનેગારોને શૂટ કરી નાખો’; 12 દિવસમાં 8 હત્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment