Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પુરૂષોત્તમ માસ કથાનો પ્રારંભ:ભગવતી નગર સોસાયટીમાં પોથીયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    1 सप्ताह पहले

    પાટણ શહેરમાં પવિત્ર પુરૂષોત્તમ માસનો પ્રારંભ થયો છે. દર ત્રણ વર્ષે આવતા આ માસને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનામાં કરવામાં આવતી ભક્તિ, જપ, પાઠ, દાન અને સારા કર્મોનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. શહેરના વિવિધ મંદિરો અને સોસાયટી વિસ્તારોમાં ધર્મપ્રેમી નગરજનો દ્વારા પુરૂષોત્તમ માસની ઉજવણી વિવિધ ધાર્મિક ઉત્સવો અને ભક્તિમય માહોલ સાથે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, પાટણ શહેરની ભગવતી નગર સોસાયટીના કોમન પ્લોટમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે આખો મહિનો ભગવાન શ્રી પુરૂષોત્તમની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરરોજ રાત્રે 8.30 થી 10.00 કલાક દરમિયાન યોજાશે.ભગવતી નગર સોસાયટીમાં આયોજિત આ કથાના મુખ્ય યજમાન ભૂમિબેન મયંકકુમાર પટેલના નિવાસસ્થાનેથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો. કથા વક્તા ધીરજભાઈ શાસ્ત્રી સહિતના ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પોથી પૂજન કરવામાં આવ્યું હતું. ભક્તિ સંગીત અને રાસ ગરબાની રમઝટ વચ્ચે નીકળેલી આ પોથી યાત્રા સોસાયટી વિસ્તારમાં ફરીને કથા મંડપ ખાતે પહોંચી હતી. ઉપસ્થિત સૌ ભક્તોએ પુષ્પવૃષ્ટિ કરીને તેનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે પોથીનું કથા સ્થાને સ્થાપન કરવામાં આવ્યું. પવિત્ર પુરૂષોત્તમ માસના પ્રારંભે કથા વક્તા શાસ્ત્રી ધીરજભાઈએ ઉપસ્થિત ભક્તોને આ માસનું મહત્વ સમજાવ્યું હતું.કથાના મુખ્ય યજમાન ભૂમિબેન મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આખો માસ ચાલનારી આ કથા દરમિયાન વિવિધ ઉત્સવો પણ ઉજવવામાં આવશે. તેમણે પાટણની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ કરવા માટે પધારવા આમંત્રણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બસમાં મહિલાના ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર ગાયબ:કીર્તિસ્તંભથી જંબુસર જતી બસમાં ગઠિયાએ સરકાવી લીધું, લાલબાગ પાસે પહોંચતા ખબર પડી, નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
    Next Article
    Panda Plan 2 OTT Release Date: When and Where to Watch Jackie Chan Starrer Movie Online?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment