Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાના નવા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરનો અક્ષય બુડાનિયાએ ચાર્જ સંભાળ્યો:અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું, બોટાદના ડીડીઓ તરીકે ચાર્જ સંભાળી ચૂક્યા છે

    1 सप्ताह पहले

    વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘની બદલી થતા તેઓના સ્થાને બોટાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અક્ષય બુડાનિયાની વડોદરા બદલી કરવામાં આવી છે. જેઓએ આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યું હતું. બોટાદના DDOની વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના પદ પર બદલી નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અક્ષય બુડાનિયાએ ચાર્જ સાંભળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે તેઓ કટિબદ્ધ છે. અગાઉ તેઓ બોટાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં વહીવટી ક્ષેત્રે તેમનો અનુભવ ઘણો સારો રહ્યો છે. અને હવે વડોદરા માટે તેઓ પોતાનું યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે તેઓ 2018ની બેચના ગુજરાત કેદારના આઈએએસ અધિકારી છે. અર્બન ડિપાર્ટમેન્ટમાં પ્રથમ પોસ્ટિંગ તેઓએ નિખાલસતાથી જણાવ્યું હતું કે, શહેરી વિકાસ અને વહીવટ (Urban Department) ના ક્ષેત્રમાં આ તેમની પ્રથમ નિયુક્તિ છે. આથી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વડોદરા જેવા મોટા શહેરના વિવિધ પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ અને વહીવટી માળખાને ઝીણવટપૂર્વક સમજવો એ તેમની પ્રાથમિકતા રહેશે. પોતાની સક્ષમતા અને ક્ષમતા મુજબ સમગ્ર તંત્રનો ઊંડો અભ્યાસ કરી, વડોદરાના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે તેઓ મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરશે.શહેરના લોકોની વિવિધ માળખાકીય સુવિધાઓ મળી રહી તે માટે તેઓએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડોદરા સ્માર્ટ સીટી તરફ આગળ વધે તેવા પ્રયાસ આગામી સમયમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન કે અન્ય સમયે આવતી કુદરતી આફતો તેમજ મહાનગરની પાયાની જરૂરિયાતોનું આગોતરું આયોજન કરવું જરૂરી છે. આ તમામ બાબતો વહીવટી સ્તરે સમજીને, ભવિષ્યમાં નાગરિકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવશે. કોર્પોરેશનની પ્રગતિ થાય અને વડોદરા સ્માર્ટ સિટી તરફ આગળ વધે તે હેતુથી વડોદરાની જનતા માટે પૂરા પરિશ્રમ સાથે કામ કરવાની તેમણે ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીના ઢેલતલાવડીમાં પાણી મુદ્દે શ્રમિકોનો પાલિકા પર હલ્લાબોલ:નવી લાઇનના ખોદકામ બાદ પાણી સાવ બંધ થતાં સ્થાનિકોનો આક્રોશ; વોટર વર્ક્સના ડે. એન્જિનિયરે આશ્વાસન આપ્યું
    Next Article
    વડોદરામાં બસમાં મહિલાના ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર ગાયબ:કીર્તિસ્તંભથી જંબુસર જતી બસમાં ગઠિયાએ સરકાવી લીધું, લાલબાગ પાસે પહોંચતા ખબર પડી, નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment