Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના સહારા દરવાજા પાસે ભીષણ આગ:એનટીએમ માર્કેટ સામેની ખુરશી રિપેરિંગની દુકાન બળીને ખાખ, વ્યાપારીઓ અને રાહદારીઓમાં અફરાતફરી

    1 सप्ताह पहले

    સુરતના વ્યસ્ત અને વ્યાપારિક વિસ્તાર એવા સહારા દરવાજા નજીક આજે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. સહારા દરવાજા પાસે આવેલી એનટીએમ માર્કેટની બિલકુલ સામે ખુરશી રિપેરિંગની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વ્યાપારીઓ અને રાહદારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાટુ શ્યામ ખુરશી રિપેરિંગની દુકાન બળીને ખાખ મળતી માહિતી પ્રમાણે, એનટીએમ માર્કેટની સામે આવેલી ખાટુ શ્યામ ખુરશી રિપેરિંગની દુકાનમાં અચાનક આગ લાગી હતી. ખુરશીના રિપેરિંગ માટે વપરાતી સામગ્રી, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે ક્ષણભરમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો અને આગ વધુ આસપાસની દુકાનોમાં પ્રસરતી અટકાવી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી આગની આ ઘટનામાં લાખો રૂપિયાનું સમાન બળીને ખાખ થઈ ગયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. જોકે, રાહતની વાત એ છે કે આગની તીવ્રતા હોવા છતાં આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ:117 વાહનચાલકોને દંડ; રજિસ્ટ્રેશન અને નંબર પ્લેટ ભંગ બદલ ₹35,700 વસૂલાયા
    Next Article
    નવસારીના ઢેલતલાવડીમાં પાણી મુદ્દે શ્રમિકોનો પાલિકા પર હલ્લાબોલ:નવી લાઇનના ખોદકામ બાદ પાણી સાવ બંધ થતાં સ્થાનિકોનો આક્રોશ; વોટર વર્ક્સના ડે. એન્જિનિયરે આશ્વાસન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment