Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોના અકસ્માતો અટકાવવા વનવિભાગ એક્શન મોડમાં:ભાવનગર-સોમનાથ ને.હા. પર રમ્બલ સ્ટ્રીપ, કેટ આઈ રોડ સ્ટડ લાઈટ્સ જેવી 'ટેકનોલોજી'થી સિંહોને અપાશે સુરક્ષા કવચ

    1 सप्ताह पहले

    ગુજરાત અને દેશની શાન સમાન એશિયાટિક સિંહોની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા એક મોટો અને મહત્વનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજુલા-જાફરાબાદ પંથકમાં રોડ અકસ્માતોમાં સિંહોના અકાળે થયેલા મોતના પગલે વનવિભાગ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ વન્યજીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષક (CF) રામ રતન નાલાની સૂચના અને શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ હાઈવે પર સિંહોના અકસ્માત અટકાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. 19 થી 20 'હોટસ્પોટ' સ્થળોની ઓળખ વનવિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવાથી લઈને જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના કોસ્ટલ બેલ્ટ હાઈવે પર અંદાજે 19 થી 20 જેટલા એવા ‘હોટસ્પોટ’ સ્થળો શોધવામાં આવ્યા છે, જ્યાં સિંહોની અવરજવર સૌથી વધુ રહે છે. વાહનચાલકોને એલર્ટ કરવા હાઈવે પર થશે આ બદલાવ સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે ઓળખ કરાયેલા હોટસ્પોટ વિસ્તારોમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવશે: 20 ‘રોડ સેવકો’ની કરાશે નિમણૂક વનવિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન હાઈવે પર સિંહોની દેખરેખ માટે ખાસ 20 જેટલા ‘રોડ સેવકો’ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ રોડ સેવકો વનવિભાગના ટ્રેકર્સની જેમ જ હાઈવે પર સતત સિંહોની મૂવમેન્ટ પર નજર રાખશે. આ ઉપરાંત, હાઈવેની નજીક આવેલા ગામડાઓના લોકલ ટ્રેકર્સની જવાબદારી પણ વધારી દેવામાં આવી છે. રેડિયો કોલરથી રખાશે બાજ નજર વનવિભાગ માત્ર મેનપાવર પર આધારિત ન રહેતા આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લઈ રહ્યું છે. હાઈવેની આસપાસ વધુ અવરજવર કરતા એક સિંહને 'રેડિયો કોલર' પણ લગાવવામાં આવ્યો છે. આ સિંહ જેવો રોડની નજીક આવશે, કે તરત જ સ્થાનિક વનવિભાગની રેન્જને મેસેજ (એલર્ટ) મળી જશે જેથી તુરંત જ અકસ્માત નિવારી શકાય. અધિકારીઓનું શું કહેવું છે? આ ગંભીર વિષય અંગે શેત્રુંજી ડિવિઝનના એસીએફ (ACF) વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રોડ ઉપર વન્યપ્રાણી સિંહોના જે અપમૃત્યુ થયા છે તેને વિભાગે ખૂબ જ ગંભીરતાથી લીધા છે. જૂનાગઢ વન્યજીવ વર્તુળના વડા રામ રતન નાલાના માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંયુક્ત વિઝિટ કરીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હાઈવે પર પેટ્રોલિંગ વધારી દેવાયું છે. રમ્બલ સ્ટ્રીપ, કેટ આઈ, સાઈન બોર્ડ અને રોડ સેવકોની મદદથી સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    વી.ડી. સતીશન આજે કેરળના CM પદના શપથ લેશે:6 પાર્ટીના 21 ધારાસભ્યો મંત્રી બનશે, જેમાં કોંગ્રેસના 12; રાહુલ-પ્રિયંકા હાજર રહેશે
    Next Article
    Ponting Sits Alone In Punjab Kings Dugout, Ashwin Says "Powerful Picture"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment