Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવમાં બે કાર સામસામે અથડાતાં ભયાનક અકસ્માત:માતાની નજર સામે જ પિતા-પુત્રના કરૂણ મોત; મધ્યપ્રદેશનો પરિવાર જૂનાગઢથી સોમનાથ ફરવા જતો હતો

    1 सप्ताह पहले

    કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર ગતરોજ 17 મેના રોજ રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને સગા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે મૃતકની પત્ની (માતા) અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને દમ તોડતા જોઈ માતા પર આભ તૂટી પડ્યું છે. ભાઈના નવા બિઝનેસના પ્રસંગે પરિવાર ગુજરાત આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પૃથ્વી હુનદરાજ વાધવાની (ઉંમર 50 વર્ષ)ના મોટાભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક તલની એક નવી ફેક્ટરી (નવો વ્યવસાય) શરૂ કરી છે. આ શુભ પ્રસંગે હાજરી આપવા માટે પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. ગતરોજ બપોરે ફેક્ટરીના પ્રસંગમાં હાજરી આપ્યા બાદ, બંને ભાઈ પોતાના પરિવાર સાથે દીવ ફરવા માટે નીકળ્યા હતા. દીવ ફર્યા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શને જવાનું આયોજન ધરાવતા હતા. સ્વિમિંગ પૂલમાંથી નાહીને જમવા જતી વખતે કાળ આંબી ગયો રાત્રિના સમયે પરિવાર સ્વિમિંગ પૂલની મજા માણીને નાગવા નજીક આવેલી એક હોટેલમાં રાત્રિ ભોજન (ડિનર) માટે પોતાની કારમાં જઈ રહ્યો હતો. આ કારમાં પૃથ્વીભાઈ, તેમનો 16 વર્ષનો પુત્ર અનિકેત, પત્ની નીતુબેન અને ભત્રીજો ઓમેશ ગિરધારીભાઈ વાધવાની સવાર હતા. તેઓ જ્યારે નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલી સુરત પાસિંગની કારે તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર અનિકેત પૃથ્વી વાધવાની અને તેના પિતા પૃથ્વી હુનદરાજ વાધવાનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે નીતુબેન વાધવાની અને ભત્રીજા ઓમેશને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કાર સુરતના શખસની, 3 આરોપી પકડાયા, 3 ફરાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-16-CH-3528 છે. RTO રેકોર્ડ અનુસાર આ કાર સુરતના યોગી ચોક, સ્વસ્તિક પ્લાઝા પાસે આવેલા '102 ક્રિષ્ના રો-હાઉસ'ના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું છે. અકસ્માત સમયે સુરતની આ કારમાં કુલ 6 લોકો સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ દીવ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારચાલક સહિત 3 શખસને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 શખસ અકસ્માત બાદ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. દીવ પોલીસની એક ટીમ નાસી છૂટેલા આ ત્રણેય શખસને પકડવા માટે છેક ઉના સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારના અન્ય સભ્યો હજુ પણ અજાણ આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર પંથકમાં અને ગ્વાલિયરના સિંધી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને ગ્વાલિયર સ્થિત પરિવારના અન્ય સભ્યને હજી એ પણ ખબર નથી કે આ અકસ્માતમાં પિતા-પુત્ર બંને કાળનો કોળિયો બની ગયા છે. હાલ દીવ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ---- આ પણ વાંચો રણુજાથી દર્શન કરી પરત ફરતાં ધાનેરાના યાત્રાળુનો અકસ્માત રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને 17 મેના રોજ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની હતી. કાર સામે અચાનક નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… કારે ટક્કર મારતા બે યુવક 100 ફૂટ ફંગોળાયા, CCTV વડોદરા શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઇવે દિવસેને દિવસે 'મોતનો હાઈવે' બની રહ્યો છે. 16 મેની મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક્ટિવામાં સવાર બે યુવકને પૂરપાટ ઝડપે આવતી કારે એટલી ભયાનક ટક્કર મારે છે કે એક્ટિવા ભમરડાની જેમ ફરવા લાગે છે અને યુવકો સાથે 100 ફૂટ દૂર ફંગોળાય છે. જે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… યુ-ટર્ન લઈ રહેલા કારચાલકે બુલેટસવાર બે યુવકને ઉડાવ્યા, CCTV વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલા બુલેટ સવાર બે યુવકોને વળાંક લેતી કારના ચાલકે જોરદાર ટક્કર મારતા બંને યુવકો રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે માનવતા દાખવવાના બદલે વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ફૂટેજના આધારે ફરાર કારચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.વિગતવાર વાંચો સમાચાર
    Click here to Read More
    Previous Article
    IPL 2026: Delhi trump Rajasthan to stay alive, extract a Vaibhav Sooryavanshi weakness
    Next Article
    Arvalli Water Supply | કંભરોડા ગામનું તળાવ સિંચાઈ યોજનાથી વંચિત રહેતા ખેડૂતોમાં રોષ | Water Yojna

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment