Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાત્રે પત્નીની ચીસો સાંભળી પાડોશીઓએ પોલીસ બોલાવી':ખુશખુશાલ લગ્ન જીવનમાં તિરાડ પાડતી બીમારી વજાઇનિસ્મસ, સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહે ભાસ્કરને કહ્યા કિસ્સા

    2 सप्ताह पहले

    લગ્નજીવનના પાયામાં પ્રેમ અને વિશ્વાસની સાથે શારીરિક નિકટતાનું પણ એટલું જ મહત્વ હોય છે પણ ઘણા એવા કપલ હોય છે જે લગ્નના 5, 10 કે 15 વર્ષ પછી પણ સંબંધ બાંધી નથી શકતા. આ કોઇ શારીરિક નબળાઇ નથી પણ સાયકોલોજિકલ બીમારી છે. જેને તબીબી જગત વજાઇનિસ્મસ તરીકે ઓળખે છે. આ બીમારીના લીધે ખુશખુશાલ લગ્ન જીવનમાં તિરાડ પડે છે અને સંતાન પણ નથી થઇ શકતું. સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહના મતે આ એક બેડરૂમ પ્રોબ્લેમ છે. જેના વિશે કપલ કોઇને કહી નથી શકતું. તેમણે આ બીમારી વિશે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં પોતાની પાસે આવેલા કેસ અને બીમારી પાછળના કારણો જણાવ્યા હતા. વજાઇનિસ્મસ એટલે શું? જ્યારે પણ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે સ્ત્રીનો યોનિ માર્ગ બંધ થઇ જાય છે. તેમાં સ્પાઝમ (અચાનક અને પોતાની મેળે થતું સંકોચન) આવી જાય છે. જેના કારણે પ્રવેશ શક્ય ન બને અને જો બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો સ્ત્રીને ખૂબ જ દુખાવો થાય છે. ઘણીવાર સ્ત્રી પુરુષને ધક્કો મારવાનો પ્રયત્ન કરે અથવા બૂમાબૂમ કરે એવું પણ બને. આ બીમારીના મૂળમાં શું છે? આ બીમારી થવાના ઘણા કારણો છે. સામાન્ય રીતે ભૂતકાળમાં કોઇ ખરાબ અનુભવ થયો હોય, નાનપણમાં કોઇએ અડપલાં કર્યા હોય, સેક્સ્યુઅલ એબ્યૂઝ થયું હોય, લગ્ન પહેલાં મિત્ર કે ઘરમાંથી કોઇએ એવું કહ્યું હોય કે પહેલી રાત્રે ખૂબ જ દુખાવનો થશે કે બ્લીડિંગ થશે. મનમાં આવો કોઇ ડર બેસી ગયો હોય તેના કારણે આ બીમારી થાય છે. ઘણીવાર મહિલા કોઇ રૂઢિચુસ્ત કે ધાર્મિક પરિવારમાંથી આવતી હોય અને તેને નાનપણથી એવું કહેવામાં આવ્યું હોય કે સેક્સ બહુ જ ખરાબ વસ્તુ છે અથવા તેને એવોઇડ કરવું જોઇએ. આવા કારણોના લીધે પણ આ તકલીફ થવાની શક્યતા છે. ભૂતકાળમાં રેપ થયો હોય એવી સ્ત્રીને પણ આ બીમારી થવાની શક્યતા છે. 30% કપલ 1 વર્ષ સુધી જાતીય જીવન નથી માણી શકતા ડૉ. પારસ શાહે કહ્યું કે, વજાઇનિસ્મસ એ બેડરૂમનો પ્રોબ્લેમ છે. આ સમસ્યા સ્ત્રી અને પુરુષ કોઇને કહેતા નથી. તેમને એમ લાગે કે જાતે જ આ પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે પણ 30% યુગલો લગ્નના 1 વર્ષ સુધી જાતીય જીવન નથી માણી શકતા. પુરૂષને પણ ચિંતા થવા લાગે કહેવત છે ને કે તાળી એક હાથે ન વાગે. એમ લગ્ન થાય ત્યારે સ્ત્રીને તકલીફ હોય તો પુરુષને પણ થઇ શકે. જ્યારે આવી કોઇ તકલીફ હોય અને સ્ત્રી-પુરૂષ સંબંધ ન બાંધી શકતા હોય ત્યારે એ કપલ નોન કોઝ્યુમેટેડ મેરેજની (લગ્ન પછી પણ પ્રથમ વખત શારીરિક સંબંધ ન બંધાયો હોય) સમસ્યાથી પીડાતા હોય છે. જેના કારણે પુરુષને પણ તકલીફ થાય છે. વારંવાર આવું થવા લાગે તો પુરુષને ચિંતા થવા લાગે. તેને એવું થાય કે મારામાં કંઇક તકલીફ છે. જેથી તે ઇન્દ્રિયની ઉત્તેજના ગુમાવી દેતો હોય છે અને નપુંસકતાનો અનુભવ કરતો હોય છે. ગાયનેકોલોજિસ્ટ પાસે જાય ત્યારે સમસ્યાની ખબર પડે ડૉ. પારસ શાહે જણાવ્યું કે, વજાઇનિસ્મસનું યોગ્ય નિદાન થાય તો લોકોને એકથી દોઢ મહિનામાં પરિણામ મળી જાય છે. હવે તો લેટેસ્ટ ટેકનોલોજીના કારણે પાંચેક કલાકમાં જ પરિણામ મળી જાય છે. આ સમસ્યા વિશે કપલ કોઇને કહેતું નથી. લગ્નના 2-3 વર્ષ બાદ જ્યારે ઘરમાંથી બાળક માટે પ્રેશર આવે ત્યારે કપલ ગાયનેકોલોજિસ્ટ પાસે જાય ત્યારે પહેલીવાર ખબર પડે કે આ લોકો તો હજુ સુધી સંબંધ નથી બાંધી શક્યા. એ વખતે પહેલીવાર ખબર પડે છે કે એ લોકો ભોગવ્યા વિનાના લગ્નની સમસ્યાથી પરેશાન છે. તેઓ આગળ કહે છે કે, મારી પાસે અમૂક એવા કિસ્સા પણ આવ્યા છે કે લગ્ન પછી 15 વર્ષ સુધી સંબંધ બાંધ્યા વગર રહેતા હોય પણ રૂઢિચુસ્ત સમાજના લીધે તે કોઇને કહી ન શકે. 17 વર્ષ પછી દોઢેક મહિનાની ટ્રીટમેન્ટના કારણે સંબંધ બાંધી શક્યા અને પ્રેગનન્સી રહી શકી. ડો. શાહે દિવ્ય ભાસ્કર સાથે અમૂક કિસ્સા પણ શેર કર્યા. કિસ્સો 1 વડોદરામાં એક યુવક-યુવતીના નવા-નવા જ લગ્ન થયા હતા. તે કોઇ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. તેના પાડોશીઓએ રાત્રે પોલીસને ફોન કરીને બોલાવીને કહ્યું કે આ યુવતીનો પતિ રોજ રાત્રે તેને માર મારે છે. પોલીસે આવીને તપાસ ત્યારે ખબર પડી કે પતિ તેને માર નથી મારતો પણ જ્યારે તે રૂમમાં આવે છે ત્યાં જ પત્ની ચીસાચીસ કરી મૂકે છે કારણ કે તેને વજાઇનિસ્મસની બીમારી છે. કિસ્સો 2 મુંબઇના એક કપલના લગ્નને 16 વર્ષ થયા હતા પરંતુ તે સંબંધ બાંધી નહોતા શકતા. છેલ્લે મહિલાની સાસુએ તેને એવું કહ્યું હતું કે જો તુ મને બાળક નહીં આપે તો હું તારા ડિવોર્સ કરાવીને મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઇશ. આ કપલે ઘણા ડોક્ટર્સને બતાવ્યું પણ કોઇ સચોટ નિદાન નહોતું થઇ શકતું. તેમણે ઓનલાઇન સર્ચ કર્યું અને ડૉ. પારસ શાહને મળવા અમદાવાદ આવ્યા. ડૉક્ટરે તેને ટચ થેરાપી આપી. કપલ દર અઠવાડિયે મુંબઇથી અમદાવાદ આવીને આ થેરાપી લેતું હતું. એક જ મહિનામાં તેને રિઝલ્ટ મળી ગયું. ચારેક મહિનામાં તો તેણે ડૉક્ટરને ફોન કરીને કહ્યું કે મારી વાઇફ પ્રેગ્નન્ટ છે. ડિલીવરી થયા બાદ બાળકને પણ મુંબઇથી અમદાવાદ લાવ્યા હતા અને ડૉક્ટરને બતાવ્યું હતું. કિસ્સો 3 ઓસ્ટ્રેલિયાથી એક કપલ કોઇના મેરેજ માટે ગુજરાત આવ્યું હતું. જે ફક્ત 15 દિવસ માટે જ અહીં રહેવાનું હતું. 10 દિવસ તો મેરેજમાં જતાં રહ્યાં. જ્યારે 5 દિવસ બાકી હતા ત્યારે તેમણે ડૉ. પારસ શાહનો સંપર્ક કર્યો હતો. તેમના લગ્નને 7 વર્ષ થયા હોવા છતાં સંબંધ બાંધી નહોતા શક્યા. ઓસ્ટ્રેલિયામાં ડૉક્ટર્સે તેમને એવું કહ્યું હતું કે તમારે ટ્રીટમેન્ટની ક્યાં જરૂર છે? બાળક જોઇતું હોય તો IVF કરાવી લો. કપલે ડૉ. પારસ શાહ પાસેથી બોટોક્સ ટ્રીટમેન્ટ લીધી. જેના પછી તેઓ પહેલીવાર સંબંધ બાંધી શક્યા હતા. કિસ્સો 4 ન્યૂઝીલેન્ડમાં રહેતી મહિલાના પતિને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન એમ બન્નેનો પ્રોબ્લેમ હતો. પતિએ પહેલા એકલા જઇને સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહની મુલાકાત લીધી. તેણે કહ્યું કે મને આ પ્રકારની તકલીફ છે, અમે સંબંધ બાંધી શક્યા નથી. ડૉ. પારસ શાહે તેની પત્નીને સાથે લાવવાની વિનંતી કરી પણ તેના પત્ની ન્યૂઝીલેન્ડ હોવાથી સાથે નહોતા આવી શક્યા. જેથી ફક્ત તેના પતિની જ સારવાર કરી. દોઢેક મહિના પછી તેના પતિએ ડૉક્ટરને ફોન કરીને કહ્યું કે અમે હજુ સુધી સંબંધ બાંધી નથી શક્યા, સંબંધ બાંધવા જઉં છું ત્યારે પત્ની મને ધક્કો મારે છે. આના પછી ડૉક્ટરે તેની પત્ની સાથે ઓનલાઇન વાત કરી ત્યારે ખબર પડી કે તેની પત્નીને વજાઇનિસ્મસની તકલીફ છે. કિસ્સો 5 એક મુસ્લિમ દંપતીના લગ્નને 17 વર્ષ થઇ ગયા હતા છતાં તે સંબંધ બાંધી નહોતા શક્યા. નાનપણથી જ એકબીજાને ઓળખતા હોવાથી લગ્ન તોડી શકે તેમ પણ નહોતા. કોઇ મિત્રએ તેને સલાહ આપી કે ડૉક્ટરને બતાવો. જેથી તેમણે ડૉ. પારસ શાહને બતાવ્યું. જેના પછી તેમની ટ્રીટમેન્ટ થઇ અને અત્યારે આ કપલ સારી રીતે લગ્નજીવન માણી રહ્યું છે. મનમાંથી ડર દૂર કરવો જરૂરી આ બીમારીની 2 પ્રકારે સારવાર થાય છે. સારવાર વિશે વાત કરતાં ડૉ. પારસ શાહ કહે છે કે, ઘણીવાર લોકોને એમ થાય કે અમને કોઇ દવા આપો જેનાથી સારું થઇ જાય પણ આ દવાથી સારું નથી થતું કેમ કે આ સાયકોલોજિકલ બીમારી છે. એના મનમાંથી આ ડર દૂર કરવો પડે. બોડી અને માઇન્ડને રિલેક્સ કરવું પડે. આની બે પ્રકારની સારવાર થાય છે. એક ટચ થેરાપી છે. બીજી બોટોક્સ ઇન્જેક્શન થેરાપી. ટચ થેરાપીમાં કપલ દર અઠવાડિયે હોસ્પિટલમાં આવે. તેને ધીમે ધીમે ડીસેન્સિસાઇઝ (સ્પર્શ પ્રત્યેની અતિશય સંવેદનશીલતાને ધીમે-ધીમે ઓછી કરવી) કરવામાં આવે. ડર દૂર કરવામાં આવે પછી ડાયલેટર થેરાપીથી સારવાર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે 15 દિવસથી દોઢ મહિના સુધી ચાલે છે. આ જૂની પદ્ધતિ છે. 20 મિનિટમાં ઇન્જેક્શનની અસર લેટેસ્ટ પદ્ધતિમાં બોટોક્સના ઇન્જેક્શન લગાવો તો વીસેક મિનિટમાં એની અસર જોવા મળે. 4 કલાકમાં સ્ત્રીને સ્પાઝમ થવાનું બંધ થઇ જાય. સ્ત્રી જાતે જ પહેલીવાર ડાયલેટર મૂકીને અંદર જુએ અને તેને કોન્ફિડન્સ આવી જાય કે હવે દુખાવો નથી થતો. તેને લાગે કે ડાયલેટર પ્રવેશ કરાવી શકું છું તો સબંધ પણ રાખી શકીશ. જેથી તે પહેલા જ દિવસે સબંધ બાંધી શકે છે. 'બોટોક્સની કિંમત આશરે 60 હજારથી 80 હજાર રૂપિયા થાય છે. એની અસર 4 મહિના સુધી રહે છે. જ્યારે પણ એ સ્ત્રી 2થી 4 વાર કોન્ફિડન્સથી સંબંધ બાંધી શકે અને ખબર પડશે કે મને દુખાવો નથી થતો તો તે આજીવન કોઇપણ તકલીફ વગર સબંધ બાંધી શકશે. આ ખર્ચમાં બધું આવી જાય. કોઇ પ્રકારનો બીજો ખર્ચો થતો નથી.' તેમણે વધુમાં કહ્યું કે, પુરુષને પર્ફોર્મન્સની ચિંતા પેસી ગઇ હોય છે. ઇરેક્શન ન આવતું હોય, મનમાં એક ડર હોય કે સંબંધ બાંધી શકીશ કે નહીં? એના કારણે સંબંધ નથી બાંધી શકતો. પ્રવેશ પહેલાં સ્ખલન થઇ જતું હોય તો પણ આવું થઇ શકે. બાળક થયા બાદ પણ આ બીમારી થઇ શકે 100માંથી 15% મહિલાઓને આ સમસ્યા લગ્નજીવન બાદ થાય છે. ઘણીવાર લગ્નની શરૂઆતમાં ન જોવા મળે, બાળક પણ થઇ જાય છે. ડૉ. શાહના મતે, લગ્નના 5થી 15 વર્ષ બાદ શરૂ થતી આવી સમસ્યાને સેકન્ડરી વજાઇનિસ્મસ કહે છે. જ્યારે સ્ત્રી મેનોપોઝની વધુ નજીક આવે ત્યારે આ તકલીફ વધારે જોવા મળે છે કારણ કે એ સમયે તેનામાં હોર્મોન ચેન્જ થતાં હોય છે.જેથી તેને નીચેના ભાગમાં લુબ્રિકેશન ઓછું થઇ ગયું હોય છે. ન્યૂઝીલેન્ડથી લઈને વડોદરા સુધીના આ કિસ્સાઓ સાબિત કરે છે કે વર્ષો જૂની સમસ્યા પણ યોગ્ય સારવારથી દૂર થઇ શકે છે.
    Click here to Read More
    Previous Article
    અધિક માસ એ ખગોળીય ઘટનાઓનું પરિણામ:સૂર્ય-ચંદ્રની ગતિની કેલેન્ડર પર અસર, હિન્દુ સહિત ઘણા ધર્મોમાં અધિક માસની પરંપરા; જાણો વૈજ્ઞાનિક કારણ
    Next Article
    આગેવાને સ્ટેજ પરથી ત્રણ બાળકો કરવાની સલાહ આપી:અધિકારીઓ દેશ-વિદેશના પ્રવાસે ઉપડ્યા; કલાકારો પર રૂપિયાનો વરસાદ, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment