Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉથ એક્ટ્રેસના પ્રેમમાં ક્લીન બોલ્ડ તિલક વર્મા?:સોશિયલ મીડિયા પર અફેરની ચર્ચા, 'ઇન લવ' કહીને સૂર્યકુમારે ચીડવ્યો; વીડિયો થયો વાઇરલ

    2 सप्ताह पहले

    સોશિયલ મીડિયા પર હાલ ભારતીય ક્રિકેટર તિલક વર્મા અને સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ શ્રીલીલાના અફેરની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવના એક વાઇરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર આ વાતએ જોર પકડ્યું હતું. જોકે, 'ઈન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ, તિલક વર્મા અને શ્રીલીલા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી અને ડેટિંગની આ વાતો માત્ર એક અફવા છે. સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો? વીડિયો થયો વાઇરલ આ બધી ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ સામે આવી. આ વીડિયોમાં તિલક વર્મા હોટલની લોબીમાં હેડફોન લગાવીને ચાલતો જોવા મળે છે. પાછળથી ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવ મજાકિયા અંદાજમાં તિલકને 'ઇન લવ' કહીને ચીડવતો સંભળાય છે. જોકે સૂર્યકુમારે વીડિયોમાં કોઈનું નામ લીધું નથી, પરંતુ ચાહકોએ તરત જ તેનું રિલેશન સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા સાથે જોડી દીધું અને બંનેના ડેટિંગના સમાચારો વાઇરલ થઈ ગયા. તિરુમાલા મંદિર કનેક્શન અને અફેરની શરૂઆત તિલક વર્મા અને શ્રીલીલાના અફેરની ચર્ચા આ પહેલીવાર નથી થઈ. અગાઉ પણ બંનેના નામો સાથે જોડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા શ્રીલીલા તેની માતા ડૉ. સ્વર્ણલતા સાથે તિરુમાલા મંદિર દર્શન કરવા ગઈ હતી. આ જ સમયગાળા દરમિયાન તિલક વર્મા પણ પોતાના પરિવાર સાથે ત્યાં જોવા મળ્યો હતો. ત્યારથી જ ફેન્સે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અટકળો શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર એવો દાવો પણ વાઇરલ થયો હતો કે શ્રીલીલા એક ક્રિકેટ મેચ જોવા ગઈ હતી, જ્યાં તેની ટીમ સાથે જોડાયેલી એક વ્યક્તિએ 'તિલક' નામ લખેલી જર્સી પહેરી હતી. આ ઘટનાએ પણ અફવાઓમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. IPL મેચમાં જોવા મળી એક્ટ્રેસની માતા તાજેતરમાં જ 14 મે ૨૦26ના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ મેચ રમાઈ હતી. આ મેચમાં એક્ટ્રેસ શ્રીલીલાની માતા ડૉ. સ્વર્ણલતા સ્ટેડિયમમાં હાજર જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે આ જ મેચમાં તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતા અણનમ 75 રન બનાવ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સને શાનદાર જીત અપાવી હતી. શ્રીલીલાની માતાની સ્ટેડિયમમાં હાજરી બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ સંબંધને લઈને વધુ મક્કમ બન્યા છે. ‘બંને ક્યારેય એકબીજાને મળ્યા પણ નથી’ 'ઈન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ, આ મામલા સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને અફવા ગણાવ્યા છે. સૂત્રએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તિલક વર્મા અને શ્રીલીલા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. બંને ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા પણ નથી અને તેમની વચ્ચે ક્યારેય કોઈ વાતચીત પણ થઈ નથી. સાથે જ સૂત્રએ ઉમેર્યું કે, લોકોએ સોશિયલ મીડિયા પર ફેક્ટ્સ કે સત્ય જાણ્યા વગર આવી મનઘડંત વાતો શેર કરવાથી બચવું જોઈએ. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ કરી ચૂકી છે શ્રીલીલા એક્ટ્રેસ શ્રીલીલા સાઉથ સિનેમાનું એક ખૂબ મોટું અને લોકપ્રિય નામ છે. તેણે ખૂબ જ નાની ઉંમરે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ 'ભગવંત કેસરી'થી તેને ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ મળી, જેને 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'બેસ્ટ તેલુગુ ફીચર ફિલ્મ'નો એવોર્ડ મળ્યો છે. શ્રીલીલા છેલ્લે ફિલ્મ 'ઉસ્તાદ ભગત સિંહ'માં જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં તે સુપરસ્ટાર ધનુષની ફિલ્મ 'ધનુષ 55'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે બોલિવૂડના પણ કેટલાક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવે એન્ગિડી સામે પહેલા જ બોલે સિક્સ ફટકારી:જયસ્વાલ આજે પણ ચાલ્યો નહીં, લુંગીએ આઉટ કર્યો; રાજસ્થાન માટે જાડેજા ટીમમાંથી બહાર
    Next Article
    રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:રાજકોટની આર.કે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત, ગર્ભવતી પરિણીતાએ જીવતર ટૂંકાવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment