Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૌની રોય-સૂરજ વચ્ચે સૌ સારાં વાનાં થઈ ગયાં!:બે દિવસ પહેલા અલગ થવાની જાહેરાત કરી, હવે ફરી સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કર્યાં

    2 weeks ago

    એક્ટ્રેસ મૌની રોય હાલમાં તેના પતિ અને બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરીને અલગ થઈ રહ્યા હોવાની પુષ્ટિ કરી હતી. હવે મૌની અને સૂરજે ફરીથી શનિવારે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. અનફોલો કર્યા બાદ ફરી ફોલો કર્યા પહેલાં નોંધવામાં આવ્યું હતું કે મૌની અને સૂરજ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યા ન હતા. જોકે, હવે બંને ફરીથી એકબીજાની ફોલોઇંગ લિસ્ટમાં દેખાઈ રહ્યા છે. મૌનીએ તેના લગ્નની તસવીરો અને સૂરજ સાથેની જૂની પોસ્ટ્સ પણ એકાઉન્ટમાંથી હટાવી નથી. એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હજુ પણ લગ્ન અને જૂની પળોની ઘણી તસવીરો હાજર છે. જ્યારે, સૂરજના પ્રોફાઇલ પર મૌની સાથે જોડાયેલી માત્ર એક તસવીર દેખાઈ રહી છે, જેમાં તેનો ચહેરો દેખાતો નથી. ગુરુવારે અલગ થવાની જાહેરાત કરી હતી ગુરુવારે મૌની અને સૂરજે ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નોટ જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના લગ્ન સમાપ્ત કરી રહ્યા છે. 'અમે અલગ થવાનો નિર્ણય લીધો છે' મૌની રોય અને સૂરજ નાંબિયારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમે મીડિયાના કેટલાક વર્ગો દ્વારા અમારા અંગત જીવનમાં બિનજરૂરી અને દખલગીરીભર્યા ધ્યાન પર નિરાશા વ્યક્ત કરીએ છીએ. અમે જણાવવા માંગીએ છીએ કે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ બાબતોને ખાનગી રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે જરૂરી સમય લઈ રહ્યા છીએ.' 'પરસ્પર આદર સાથે અલગ થવાનું પસંદ કર્યું છે' મૌનીએ આગળ લખ્યું, 'કાલ્પનિક વાર્તાઓ અને ઘસી કાઢેલા જૂઠાણાં ફેલાવીને અમારા અંગત જીવનને સનસનીખેજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અમારા સંબંધોની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતા નથી. બદલાતી જતી અંગત પ્રાથમિકતાઓ પર વિચાર કર્યા પછી, અમે પરસ્પર આદર અને સમજણ સાથે અલગ રસ્તે આગળ વધવાનું પસંદ કર્યું છે.' 'અમારી મિત્રતા જાળવી રાખીશું' 'આ તબક્કે, અમારું ધ્યાન આ તબક્કાને વિચારપૂર્વક અને ખાનગી રીતે પસાર કરવા પર છે. અમે આગામી સમયમાં પણ અમારી મિત્રતા જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. અમે તમારી સમજણ, અમારી પ્રાઇવસી પ્રત્યેના આદર અને આ સમય દરમિયાન અમને મળેલા સતત સમર્થનની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ. મૌની અને સૂરજ'
    Click here to Read More
    Previous Article
    US Immigration probes foreign students over fake OPT employment claims
    Next Article
    "Why Man?" R Ashwin Magnifies Virat Kohli's "Don't Have To Prove" Statement

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment