Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક પર તલવાર અને ડંડાથી હુમલો:ગોરવામાં લગ્નનું આમંત્રણ આપવા ગયો ને તકરાર થઈ'તી, હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ

    6 hours ago

    વડોદરામાં જાણે કાયદો અને વ્યવસ્યથા કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર ચાકુ, તલવાર અને ઘાતક હથિયારો વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના ગોરવા વિસ્તારમાં એક યુવક પર બે શખ્સોએ તલવાર અને ડંડા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. લગ્નનું આમંત્રણ આપવા ગયો, બંને પક્ષ વચ્ચે તકરાર થઈ ગોરવા વિસ્તારમાં રહેતા અને અહેમદ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ગુફરાન અહેમદ ગત રોજ પોતાના બનેવી સાવેજ અને પરિવારને લગ્ન પ્રસંગનું આમંત્રણ આપવા તેમના ઘરે ગયા હતા. દરમિયાન કોઈ બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. તે સમયે આરોપી સાવેજ અને તેનો ભાઈ જાવેદે ગુફરાન અહેમદને કાલે તને બતાવીએ છીએ તેવી ધમકી આપી હતી. ત્યારે આજે યુવક પર તલવાર અને દંડાથી જીવલેણ હુમલો કર્યો આજે 16મે સવારે તલવાર અને દંડા જેવા હથિયારો સાથે ગુફરાન અહેમદના ઘર નીચે પહોંચ્યા હતા. ગુફરાન નીચે આવતા જ બંનેએ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં ગુફરાન ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ અત્રે ઉલ્લેખનીય છે કે હુમલાખરોને હવે જાણે કાયદાનો કોઈ પ્રકારનો ડર જ ન રહ્યો હોય તેમ બિન્દાસ તરીકે જીવલેણ હુમલા કરીને પોલીસના કાયદાના લીલી રે લીલા ઉડાવી રહ્યા છે. ત્યારે આ અંગેની જાણ થતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલ ગરનાળા પાસે બસ-ટ્રક અકસ્માત:હાઈવે પર ભારે ચક્કાજામ, વાહનવ્યવહાર ખોરવાયો
    Next Article
    વડોદરામાં પીએમ મોદીની અપીલની અસર:ભાજપ સાંસદ ડૉ.હેમાંગ જોષી ઈલેક્ટ્રિક વ્હિકલ લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરવા સલાહ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment