Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- દુનિયા માટે આ આફતોનો દાયકો:પહેલા કોરોના, પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ; સ્થિતિ નહીં બદલાય તો દુનિયા ગરીબી તરફ ધકેલાશે

    19 hours ago

    પીએમ નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા, તેમણે દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. મોદીએ કહ્યું કે આજે માનવતા ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહી છે. પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટનો સામે ઝઝુમી રહી છે. આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો બની ગયો છે. જો પરિસ્થિતિ બદલાશે નહીં અનેક દાયકાઓના કામ પર પાણી ફરી જશે. વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાશે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ગયું છે અને હવે તેનું લક્ષ્ય વૈશ્વિક વિકાસ એન્જિન બનવાનું છે. તેમણે કહ્યું કે અહીંના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેમને એવું લાગ્યું કે જાણે તેઓ કોઈ ભારતીય ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હોય. મોદીએ નેધરલેન્ડ્સમાં ભારતીયોને પૂછ્યું- શું ઝાલમૂરી અહીંયા પણ પહોંચી ગઈ? આ દરમિયાન પીએમએ કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે જાણે હું ભારતમાં જ હોવ. પીએમ મોદી 9 વર્ષ પછી નેધરલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસ ભારત અને નેધરલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યાત્રામાં વેપાર, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, જળ વ્યવસ્થાપન, ગ્રીન એનર્જી અને સંરક્ષણ સહયોગ જેવા અનેક મોટા મુદ્દાઓ પર વાતચીત થશે. પીએમ મોદીના નેધરલેન્ડ પ્રવાસ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    CBSE: Third language must for Class IX from July, ‘not part of Class X Boards’
    Next Article
    કાલોલ ગરનાળા પાસે બસ-ટ્રક અકસ્માત:હાઈવે પર ભારે ચક્કાજામ, વાહનવ્યવહાર ખોરવાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment