Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલ હોસ્પિ.ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારીત્રી પરમારની બદલી:ડૉ. પારુલ વડગામાને ચાર્જ; આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી

    6 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરાઈ છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી. જે બાબતે ગંભીરતાથી નોંધ લઇને બદલી કરાઈ છે. સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો. પારુલ વડગામાને સોંપવામાં આવ્યો છે. ડૉ. ધારીત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઓચિંતી મુલાકાત બાદ વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. મંત્રીની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સામે આવેલી ગંભીર બેદરકારીઓ અને ગેરવ્યવસ્થાને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારીત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. મંત્રીની મુલાકાતમાં ખુલ્લી પડી હતી બેદરકારીની પોલ થોડા સમય પહેલાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ભારે ગંદકી, દર્દીઓને પડતી હાલાકી અને વહીવટી સ્તરે અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ તથા બેદરકારીઓ મંત્રીની નજરે ચડી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટેની આ હોસ્પિટલમાં આવી કથળેલી સ્થિતિ જોઈને મંત્રીએ તે સમયે જ ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કડક પગલાં લેવાના સંકેત આપ્યા હતા. ડૉ. ધારીત્રી પરમારની વડોદરા બદલી, ડૉ. પારુલ વડગામાને નવો ચાર્જ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આકરા એક્શનના ભાગરૂપે ડૉ. ધારીત્રી પરમારને સુરત સિવિલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ પદેથી હટાવીને વડોદરા સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીન તરીકે મોકલી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે સિવિલ હોસ્પિટલના સુચારુ સંચાલન માટે ડૉ. પારુલ વડગામાને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બેદરકારી દાખવતા અધિકારીઓમાં ફફડાટ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તાત્કાલિક બદલીને પગલે અન્ય સરકારી હોસ્પિટલોના વહીવટી ગેરરીતિ આચરતા કે ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દર્દીઓની સુવિધા અને હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે નવા ચાર્જ સંભાળનાર ડૉ. પારુલ વડગામા સુરત સિવિલ હોસ્પિટલની આ ખોરવાયેલી વ્યવસ્થાઓને કેટલી ઝડપથી પાટા પર લાવે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ કલેક્ટર તુષાર ભટ્ટ, મદદનીશ કલેક્ટર મોર્યની બદલી:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભીની વિદાય અપાઈ, કામગીરી સરાહાઈ
    Next Article
    અદાણી CNGના ભાવમાં રૂ.2.25નો વધારો:અમદાવાદમાં ભાવ વધીને પ્રતિ કિલો 86ને પાર, રીક્ષા ભાડું એક કિમીએ રૂ. 5નો વધારો કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment