Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસનો ચક્કાજામ:સરકાર સામે સૂત્રોચ્ચાર, કાર્યકરોની અટકાયત; ઇટાલિયાએ કહ્યું- સ્ટંટ છોડો, સિસ્ટમ સુધારો તો અબજોનું ઇંધણ બચે

    8 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા સામે વિપક્ષ કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સિદ્ધપુર ચાર રસ્તા પર ચક્કાજામ કરતાં પોલીસે જિલ્લા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ બચાવવાના નામે ભાજપના નેતાઓ માત્ર સ્ટંટ કરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સિસ્ટમમાં સુધારા કરવામાં આવે તો અબજો રૂપિયાનું ઇંધણ બચાવી શકાય એમ છે. ‘હાય રે ભાજપ હાય હાય’ ના નારા સાથે રેલી અને ચક્કાજામ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો અને વિવિધ પાંખના સક્રિય કાર્યકરો એકત્રિત થયા હતા. ત્યાંથી ભાજપ સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ‘મોંઘવારી ઘટાડો’ અને ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રો સાથે કાર્યકરો સિદ્ધપુર ચાર રસ્તા પહોંચ્યા હતા અને ત્યાં રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં પોલીસે તાત્કાલિક એક્શન લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને શહેર પ્રમુખ દીપક પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા. ચૂંટણી પતતાં જ જનતા પર મોંઘવારીનો ડામ: નેતાઓનો પ્રહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ઘેમર દેસાઈ (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર કીન્નાખોરી અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતની ભોળી પ્રજાને ભોળવીને ખોબે-ખોબે મત મેળવ્યા અને હવે ચૂંટણી પૂરી થતાં જ ભેટ સ્વરૂપે આ તોતિંગ ભાવવધારો ઝીંકી દીધો છે. મોંઘવારી અને બેરોજગારીથી આમ જનતા અને મધ્યમ વર્ગની કેડ ભાંગી ગઈ છે. જો સરકાર તાત્કાલિક ધોરણે આ ભાવવધારો અંકુશમાં નહીં લાવે તો આગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે. કાનજી દેસાઈ (કોંગ્રેસ અગ્રણી)એ જણાવ્યું હતું કે, આજે અમે ભાજપ સરકાર અને મોદી સાહેબના છાજિયા લીધા છે, કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ખેડૂતો અને સામાન્ય પ્રજા હવે ત્રસ્ત થઈ ગઈ છે. વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા, પરંતુ આજે ખેડૂતોને કશું જ મળતું નથી. તાજેતરમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અન્ય જિલ્લાઓમાં સબસિડી અપાઈ પણ પાટણના ખેડૂતોને કોઈ વળતર ચૂકવાયું નથી. અમે ખેડૂતો અને જનતાના હક માટે આ લડત લડી રહ્યા છીએ. આગામી સમયમાં આંદોલન તેજ કરવાની ચીમકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ તરત જ લાદવામાં આવેલા આ આર્થિક બોજને કારણે સામાન્ય જનતાની સ્થિતિ કફોડી બની હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. પાટણમાં આજના આ ઉગ્ર દેખાવો બાદ કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આ તોતિંગ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં જનઆંદોલન છેડવામાં આવશે. ‘સરકારી કામ માટે ડિજિટલ સુવિધા લાવો, મોટી માત્રામાં ઈંધણ બચશે’ : ગોપાલ ઈટાલિયા આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી સામાન્ય લોકોને કોઈ ખાસ ફાયદો થવાનો નથી. તેના બદલે સરકારી કચેરીઓમાં લોકો જે ધક્કા ખાય છે તે પ્રક્રિયા બંધ કરીને વોટ્સએપ અથવા મિસકોલ જેવી ડિજિટલ સુવિધા દ્વારા કામ કરવામાં આવે તો લાખો લોકોના પ્રવાસમાં ઘટાડો થઈ શકે અને મોટા પ્રમાણમાં પેટ્રોલ બચી શકે. ‘કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગથી રજૂ કરો’ ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, કોર્ટમાં કેદીઓને રજૂ કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતો વાહનવ્યવહાર પણ ડીઝલના મોટા ખર્ચનું કારણ બને છે. જો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેદીઓની હાજરી પુરાવવાની વ્યવસ્થા વધુ વ્યાપક બનાવવામાં આવે તો કરોડો રૂપિયાનું ડીઝલ બચાવી શકાય. ‘ખરાબ રોડના કારણે હજારો લિટર ઇંધણનો બગાડ’ આ સાથે જ તેમણે રાજ્યમાં ચાલી રહેલા હાઈવે અને માર્ગોના કામો મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. ઇટાલીયાના કહેવા મુજબ, સમયસર માર્ગોના કામ પૂર્ણ ન થવાને કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક અને ડાયવર્ઝનનો સામનો કરવો પડે છે, જેના કારણે ઇંધણનો બગાડ વધી રહ્યો છે. અંતમાં ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે, યોગ્ય અને અસરકારક ઉપાયો અપનાવવાની જગ્યાએ ભાજપ સરકારે માત્ર દેખાવના નિર્ણયો લઈને સ્ટંટબાજી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ​જૂનાગઢ મનપામાં ફાયર વિભાગની ભરતી ખાનગી એજન્સી કરે છે!:સરકારી અધિકારી વગર જ ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયાનો આક્ષેપ, હેવી વ્હિકલની ટેસ્ટ સ્વિફ્ટથી આપી રહ્યા છે ઉમેદવારો
    Next Article
    Pakistan Star Hasan Ali Stretchered Off After Nasty Injury, Stumps Everyone With Quick Return

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment