Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફૂડ ચેકિંગ વાન' દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ:મહેસાણા ફૂડ વિભાગ દ્વારા માનવ આશ્રમ ચોકડી પાસે આઈસ્ક્રીમ અને ડિશ ગોળાની લારીઓ પર સઘન ચેકિંગ

    6 hours ago

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા આજે શહેરના ભરચક ગણાતા માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજીને ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઠંડા પીણાં અને ડિશ ગોળાના સ્ત્રોત પર તપાસ વધતી જતી ગરમીને કારણે લોકો ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને આઈસ ડિશ ગોળા તરફ વળ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને આઈસ્ક્રીમ પાર્લર, ડિશ ગોળાની લારીઓ અને શેરડીના રસના ચિંચોડા (કોલા) પર તપાસ કેન્દ્રિત કરી હતી. તપાસ દરમિયાન ખાસ કરીને ડિશ ગોળામાં વપરાતા કલર અને સિરપની ગુણવત્તા તેમજ ત્યાં રાખવામાં આવતી હાઈજેનિક સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. 'ફૂડ ચેકિંગ વાન' દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ આ તપાસ અભિયાનમાં ફૂડ વિભાગની સ્પેશ્યલ 'ફૂડ ચેકિંગ વાન' પણ જોડાઈ હતી, જેના કારણે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવું શક્ય બન્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ પણ જગ્યાએથી અસ્વચ્છતા (અનહાઈજેનિક સ્થિતિ) અથવા અખાદ્ય પદાર્થો મળી આવશે, તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ રહેશે ચાલુ સ્થાનિક નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં પ્રેમી-પ્રેમિકાના ઝઘડામાં પડોશીઓનો હુમલો:યુવકને લાકડાના ફટકાથી માથામાં ઇજા, બે સામે ફરિયાદ
    Next Article
    વ્યસની પતિના ત્રાસથી લવ મેરેજ કરનાર પત્નીએ અભયમની મદદ માંગી:પતિએ અભદ્ર વર્તન અને તોડફોડ કરતા અભયમે પાઠ ભણાવ્યો, દીકરાની હેરાનગતિથી ત્રસ્ત વૃદ્ધ માતાનો કોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment