Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની રાસલીમાં સતત બીજા દિવસે દીપડી પાંજરે પુરાઈ:વન વિભાગે મૂકેલા પાંજરામાં અઢી વર્ષની દીપડી ફસાઈ

    6 hours ago

    પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં સતત બીજા દિવસે એક માદા દીપડી પાંજરે પુરાઈ છે. વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં અઢી વર્ષની દીપડી ફસાઈ હતી, જેના કારણે સ્થાનિકોએ રાહત અનુભવી છે. છેલ્લા પંદર દિવસમાં પાવી જેતપુર પંથકના નાની રાસલી, ભેસાવહી અને રતનપુર ગામોમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ નાની રાસલી ખાતેથી દોઢ વર્ષની એક માદા દીપડી કૂવામાં પડી ગઈ હતી, જેને વન વિભાગે બચાવીને જબુગામ ખસેડી હતી. જોકે, ગ્રામજનોએ વિસ્તારમાં અન્ય દીપડા હોવાની રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ પાવી જેતપુર વન વિભાગે રમેશભાઈ દેસિંગભાઈ રાઠવાના ખેતરમાં બકરાના મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. રાત્રિના લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં ખોરાકની શોધમાં ફરતી અઢી વર્ષની દીપડી પાંજરામાં પહોંચી હતી. બકરાને પકડવાનો પ્રયાસ કરતા જ પાંજરું બંધ થઈ ગયું અને દીપડી તેમાં ફસાઈ ગઈ. વન વિભાગે દીપડીને જબુગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર ખસેડીને પ્રાથમિક સારવાર આપી હતી. હવે તેને જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલ બચત મુદ્દે સરકાર પર ઇટાલિયાના પ્રહારો:કહ્યું- સ્ટંટ છોડો, સિસ્ટમ સુધારો તો અબજોનું ઇંધણ બચે; પ્રજાને કચેરીઓના ધક્કાથી છુટકારો આપો
    Next Article
    Petrol Price Hike News | પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની આગથી મોંઘવારીનો બોમ્બ ફૂટયો | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment