Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્પેન્ડેડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવા ભલામણ:હાઈકોર્ટના સિનિયર જજનું જુનિયરો ઉપર નિયંત્રણ જેવા નિવેદન કર્યા હતા, ખાતાકીય તપાસ શરૂ

    6 hours ago

    વિવિધ પ્રકારના આક્ષેપોનો સામનો કરી રહેલા સસ્પેન્ડેડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જી. આર. સોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરવા માટે હાઇકોર્ટની ડિવિઝન બેંચે ભલામણ કરી છે. વિવાદીત જજ સામે વિવિધ પ્રકારના આક્ષેપો થયાં છે, ત્યારે તેમણે હાઇકોર્ટ સમક્ષ એક ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. જે અરજીને રદબાતલ કરતાં ડબલ જજની બેંચે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસ ચલાવતી બેંચ સમક્ષ આ કેસ મૂકવા અને જો યોગ્ય જણાય તો કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાથ ધરવાનો પ્રસ્તાવ ચુકાદામાં મુક્યો છે. હાઇકોર્ટની ડિવિઝન બેંચનું કડક અવલોકન જી. આર. સોનીએ હાઇકોર્ટના સિનિયર જજનું તેમના જુનિયર જજો પર નિયંત્રણ છે, એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ડિસેમ્બર, 2024માં સસ્પેન્ડ કરાયેલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જી. આર. સોની પર આઉટસોર્સ્ડ ક્લાર્ક સાથે અયોગ્ય સંબંધ રાખવા અને નાણાકીય મદદ કરવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે, તેમણે CCTV કેમેરા બ્લોક કરાવ્યા હતા અને નિયમિત રીતે કોર્ટ ચલાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. હાઇકોર્ટની ડિવિઝન બેંચનું કડક અવલોકન તેમની વિરૂદ્ધ ખાતાકીય તપાસ શરૂ થતાં તેને પડકારતી અરજી તેમણે હાઇકોર્ટ સમક્ષ કરી હતી. જો કે આ કેસમાં હાઇકોર્ટના સિનિયર જજ પરના વિવાદીત નિવેદનની ગંભીર નોંધ હાઇકોર્ટની ડિવિઝન બેંચે લીધી હતી અને નોંધ્યું હતું કે, આરોપી ડિસ્ટ્રિક્ટ જજ ભારપૂર્વક કહી રહ્યા છે કે આ કોર્ટના સિનિયર જજનું હાઇકોર્ટની બધી શાખાઓ પર સારું નિયંત્રણ છે. તેમનું માનવું છે કે, આ સિનિયર જજ તેમના જુનિયર જજોને સૂચના આપવા અથવા નિર્દેશિત કરવા સક્ષમ છે. આવા વિવાદીત નિવેદનો હાઇકોર્ટ જેવી સંસ્થાની સત્તાને એના ગૌરવને બદનામ કરે છે અને ઘટાડે છે. જી. આર. સોનીને 15 જૂને હાજર રહેવા આદેશ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આ એક એવું કૃત્ય પણ ગણાશે જે કોઈપણ ન્યાયિક કાર્યવાહીના યોગ્ય માર્ગમાં દખલ કરે છે અને અન્ય કોઈપણ રીતે ન્યાયના વહીવટમાં અવરોધ ઊભો કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ નિવેદનો સ્પષ્ટપણે ફોજદારી અવમાનનાનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી બેંચે નિર્દેશ આપ્યો કે, આ મામલો કોર્ટના કન્ટેમ્પ્ટના કેસોની સુનાવણી કરતી ડિવિઝન બેંચ સમક્ષ મુકવામાં આવે, જેથી ફોજદારી તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી શકાય. જી. આર. સોનીને 15મી જૂને ડિવિઝન બેંચ સમક્ષ હાજર રહેવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. ખાતાકીય તપાસ અંગે કોર્ટનું વલણ હાઇકોર્ટે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સંદર્ભે નોંધ્યું હતું કે, એ ભૂલી શકાય નહીં કે નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીના સંદર્ભમાં ડિસિપ્લિનરી ઓથોરિટી એ હાઇકોર્ટ છે. ન્યાયિક અધિકારી સામે તપાસ શરૂ કરવાની સત્તા ફક્ત ડિસિપ્લિનરી ઓથોરિટીને હસ્તક છે અને એ માટેની એકમાત્ર જરૂરિયાત ડિસિપ્લિનરી ઓથોરિટી દ્વારા અભિપ્રાય રજૂ કરવાનો છે. જે એવું માને કે તપાસ શરૂ કરવા માટે ઉચિત અને પૂરતા આધારો છે. કોર્ટે એમ પણ કહ્યું કે, જ્યારે તપાસ પહેલાથી જ ચાલુ છે, ત્યારે આરોપની અસ્પષ્ટતા અંગેની દલીલ આ તબક્કે સ્વીકારી શકાતી નથી.
    Click here to Read More
    Previous Article
    MP-UP-રાજસ્થાનમાં ભીષણ ગરમી,ભોપાલમાં રસ્તાનો ડામર પીગળ્યો:ચોમાસું વહેલું આવશે, પરંતુ સુપર અલનીનો તેને નબળું પાડશે, અસર- તીવ્ર ગરમી, દુષ્કાળ પડી શકે છે
    Next Article
    Provocative Speeches, Fuelling Enmity: Case Against Abhishek Banerjee

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment