Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમતા રમતા પડી જતા બે વર્ષના બાળકનું મોત:રાજકોટની ખોડલધામ સોસાયટીમાં રહેતી અને છ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    8 hours ago

    રાજકોટના માયાણી નગર આવાસ ક્વાર્ટરમાં રહેતો આયુષ જોલુભાઇ યાદવ (ઉં.વ.2) ગઈકાલે બપોરે પોતાના ઘરે બાથરૂમમાં રમતા રમતા પડી જતા માથે અને શરીરે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક આયુષ બે ભાઈમાં નાનો હતો તેનો મોટો ભાઈ માનવ પાંચ વર્ષનો છે. પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. ગઈકાલે માતા પાણી ભરવા માટે ઘરની બહાર ગયા હતા અને પિતા પોતાના મજૂરી કામે ગયા હતા ત્યારે બંને ભાઈઓ રમતા હતા રમતા રમતા આયુષ પડી ગયો હતો. અને બેભાન થઈ ગયો હતો. તેના પિતા કામ ઉપરથી પરત ઘરે આવતા તેણે જોયું તો નાનો પુત્ર બેભાન હતો અને તેની પાસે બેસીને મોટો પુત્ર રડી રહ્યો હતો. પિતા 108 બોલાવતા બેભાન પુત્રને ઝનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેને તપાસી ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક મેંગો માર્કેટ પાસે ખોડલધામ સોસાયટીમાં છ મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. નિકીતાબેન અજયભાઈ પ્રજાપતિ (ઉં.વ.25) ગઈકાલે રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે હતી ત્યારે રૂમનો દરવાજો બંધ કરી પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. લાંબા સમય સુધી પુત્રવધુ બહાર ન આવતા સાસુએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ન ખોલતા સાસુએ પરિવારના અન્ય સભ્યોને ફોન કરીને જાણ કરી હતી. પરિવારના અન્ય સભ્યો આવી જતા દરવાજો તોડીને જોતા નિકિતાબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નિકિતાબેનનું માવતર આણંદ છે અને લગ્ન છ મહિના પહેલા અજય ભેરુલાલ પ્રજાપતિ સાથે થયા હતા. પતિને ઇમિટેશનની દુકાન છે. ગઈકાલે સવારે સાસુ સાથે કામ બાબતે ઝઘડો થયો હતો પછી સાંજે નિકીતાબેને સાસુ સાથે ઝઘડો થયાની વાત પોતાના પિતાને ફોન ઉપર કરી હતી જે બાદ પગલું ભરી લીધું હતું હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કરિયાણાની દુકાને ઉધાર માલ આપવા બાબતે માથાકૂટ, પિતા-પુત્ર પર હુમલો ભીખાભાઈ નવલભાઈ મીર (ઉં.વ.40) તેમના પુત્ર વિશાલભાઈ ભીખાભાઈ મીર (ઉં.વ.21) ગઈકાલે રાત્રે 9.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે તેજા જોગરાણા અને રામ જોગરાણા તેમજ તેની સાથેના અન્ય માણસોએ ઝઘડો કરી પિતા પુત્રને લાકડી વડે માર મારતા માથામાં તેમજ શરીરે ઇજા પહોંચતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરું જેમાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભીખાભાઈ ડ્રાઇવિંગ કામ કરે છે તેને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. દીકરો વિશાલ ઘર પાસે જ કરિયાણાની દુકાન ચલાવે છે. 500 રૂપિયાનો ઉધાર માલ આપવા બાબતે પહેલા દુકાન ખાતે તેજા જોગરાણા અને રામ જોગરાણા સાથે બોલાચાલી થઈ હતી જેમાં ઝપાઝપી અને ધક્કો માર્યો હતો અને પછી લાકડી લઈને આવી જીવલેણ હુમલો કર્યો હતો. હાલ આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી મારઝૂડ કરતા પતિને 181 ટીમે માર્ગદર્શન આપ્યું રાજકોટમાં પીડિત મહિલાએ 181 પર કોલ કરી ફરિયાદ કરી હતી કે તેનો પતિ વારંવાર શંકા રાખી માનસિક તેમજ શારીરિક હેરાનગતિ પહોંચાડે છે. જેથી 181 ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા અને હાલમાં બે નાના બાળકો સાથે મજૂરી કામ કરી પરિવાર ચલાવે છે. પતિ બાળકોની જવાબદારી પણ નિભાવતો ન હોવાથી મહિલાને બાળકોને સાથે રાખી કામ પર જવું પડતું હતું. ઘટના દરમિયાન મહિલાએ માત્ર પાડોશીને બાળકો બહાર ન જાય તે માટે દરવાજો બંધ રાખવા કહ્યું હતું, પરંતુ પતિએ આ વાતને ખોટી સમજી પત્ની પર આક્ષેપો કરી ઝઘડો કર્યો હતો. પાડોશીઓએ પણ પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં તેના વર્તનમાં ફેરફાર આવ્યો ન હતો. 181 ટીમે પતિને કડક શબ્દોમાં સમજાવ્યું હતું કે પત્ની પર બિનઆધારિત શંકા રાખવી અને મારઝૂડ કરવી કાયદેસર ગુનો છે જેથી સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની અને બાળકો પ્રત્યે જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી ઝોમેટોના ડીલેવરી બોય પર છરીથી હુમલો રાજકોટ અમદવાદ હાઇવે પર માલિયાસણ બ્રિજ પાસે પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી ઝોમેટોના ડીલેવરી બોય પ્રકાશ પરમાર (ઉ.વ.23) પર છરીથી જીવલેણ હુમલો થતાં યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પૂર્વ મંગેતરના પરીવાર સાથે ચાલતી માથાકૂટમાં બે અજાણ્યા શખ્સોએ ઘસી આવી છરીના ઘા ઝીંક્યા હતાં જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવક માલીયાસણ બ્રીજ નીચે ક્રિષ્ના ચા પાનની હોટેલએ ચા પીવા માટે ગયો હતો ત્યાંથી ચા પી ઘરે જતો હતો ત્યારે સોખડા સર્કલ પહેલા રોડ પરથી પસાર થતો હતો દરમિયાન બે શખ્સો પાછળથી કાળા કલરના એકટીવામાં ઘસી આવી બાઈક ઉભુ રાખ તેમ કહેતા યુવકે ઉભું રાખતા બને શખ્સોએ તને અરજી કરવાનો બહુ શોખ લાગે છે કહી ઝઘડો કર્યો હતો. તારી દીકરી પોલીસમાં છે તો શુ થઈ ગયું’ ? કહી વૃદ્ધા પર હુમલો રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધાને આ જ વિસ્તારમાં રહેતા શખ્સે તારી દીકરી પોલીસમાં છે તો શું થઇ ગયું.? હમણાં તને પતાવી દઉં કહી વૃધ્ધાને માથામાં પથ્થર અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વૃધ્ધાનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો. જે બાદ વૃધ્ધાએ બનાવ અંગે ફરિયાદ ભકિતનગર પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી અરબાઝ ઇસુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાની પરિણીતાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ:'તું ભીખારી ઘરની છે' તેમ કહી મેણાં-ટોણાં માર્યા, પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધાયો
    Next Article
    ACPCએ M.E., M.Pharm, M.Plan અને M.Arch કોર્સમાં પ્રવેશ શરૂ:30 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે, M.E.ની 82 અને M.Pharmની 74 સંસ્થાઓમાં પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment