Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનમાં આલિયાની અવગણના થઈ?:યુઝરે લખ્યું- કેટલી દુ:ખની વાત છે, કોઈએ ભાવ ન આપ્યો, એક્ટ્રેસે પ્રેમથી જવાબ આપ્યો- 'દુ:ખ શેનું જાન, તમે તો ભાવ આપ્યો'

    8 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અહીં તેના લુક્સની ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ સાથે જ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયા બાદ કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય પાપારાઝીએ આલિયાને અવગણી હતી. હવે આલિયાએ પોતે એક ટ્રોલને ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો છે. બુધવારે આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી. તેમાં તે આઇવરી સિલ્ક સાડી-ગાઉનમાં રોયલ લુકમાં જોવા મળી રહી હતી. આ પોસ્ટ પર એક યુઝરે કટાક્ષ કરતા કોમેન્ટ કરી હતી, "કેટલી દુઃખની વાત છે, કોઈએ તમને નોટિસ જ ન કર્યા." આલિયાએ આ કોમેન્ટને અવગણવાને બદલે જવાબ આપવાનું વધુ સારું સમજ્યું. તેણે લખ્યું, “દુઃખ કેવું જાન? તમે તો મને નોટિસ કરી”." આલિયાના સમર્થનમાં ટીવી એક્ટર અલી ગોની અને સિંગર રાહુલ વૈદ્ય પણ આગળ આવ્યા. અલી ગોનીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "આ જોઈને દુઃખ થાય છે કે જ્યારે કોઈ આપણા દેશનું નામ ગ્લોબલ લેવલ પર રોશન કરવા માટે આટલી મહેનત કરે છે, ત્યારે આપણા પોતાના જ લોકો તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે. તેણે આગળ કહ્યું કે આલિયાએ ત્યાં પહોંચીને તે મુકામ હાંસલ કર્યો છે જેનું સપનું ઘણા લોકો જુએ છે. આપણે મજાક ઉડાવવાને બદલે તે લોકોનો સાથ આપવો જોઈએ જેઓ વિદેશોમાં ભારતનું માન વધારી રહ્યા છે. જ્યારે રાહુલ વૈદ્યે લખ્યું કે આલિયાને કોઈના અટેન્શનની જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    Why NEET-UG is finally shifting to computer-based testing, what can students expect
    Next Article
    પોલીસે ભક્ષક બનીને પાડોશીની યુવતી પર દુષ્કર્મ આચર્યું:મિડલ ક્લાસ પર મોંઘવારીનો માર- પેટ્રોલ-ડીઝલમાં ₹ 3નો ભાવ વધારો, પિતાએ સગા દીકરાને પેટમાં ચાકુ માર્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment