Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકાશમાં ગૂંજશે ભારતની શક્તિ:વિદેશી નિર્ભરતા તોડી વિદ્યાર્થીઓએ સ્વદેશી ડ્રોન બનાવ્યું, ભલભલા એન્જિનિયર્સને પાછા પાડી દે તેવી ટેકનોલોજી

    17 hours ago

    અમેરિકા-ઇરાન યુદ્ધ હોય કે રશિયા-યુક્રેન વચ્ચેની લડાઇ આ તમામ ઘટનાઓએ વિશ્વને એક વાત સમજાવી દીધી છે કે હવે યુદ્ધ પહેલાંની જેમ મેદાન પર નહીં પણ ટેકનોલોજીથી લડાશે. જે દેશ પાસે મજબૂત ડિફેન્સ ટેકનોલોજી હશે તેનો દબદબો રહેશે. અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ડ્રોન ટેકનોલોજીમાં એવી ક્રાંતિ સર્જી છે જે મોટા-મોટા એન્જિનિયર્સને પણ વિચારતા કરી દે તેવી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓએ વિદેશી સ્પેર પાર્ટસ પરની નિર્ભરતા ખતમ કરીને પોતાનું સ્વદેશી ફ્લાઇટ કન્ટ્રોલર અને અત્યાધુનિક e-VTOL (ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ) ડ્રોન વિકસાવ્યું છે. દુશ્મન દેશ સરળતાથી ટ્રેક નહીં કરી શકે આ ડ્રોનની વિશેષતા એ છે કે તેમાં એવી ખાસ કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવાઇ છે કે જેથી દુશ્મન દેશ તેને સરળતાથી પકડી પણ નહીં શકે અને તેનો ડેટા ચોરી પણ નહીં શકે. અંદાજે 30 હજાર રૂપિયાના ખર્ચે ડ્રોન ડેવલપ કરાયું છે. જેમાં સ્વદેશી ટેકનોલોજીથી બનેલા અને પેટન્ટ ધરાવતા ફ્લાઇટ કન્ટ્રોલરનો ઉપયોગ કરાયો છે. ડ્રોનમાં વપરાતી મોટર પણ સ્થાનિક સ્ટાર્ટઅપ દ્વારા બનાવાઇ છે. સર્વેલન્સ માટે ઉપયોગી થાય તેવું ડ્રોન અત્યાર સુધી ફ્લાઇટ રોબોટિક્સ અને ડ્રોનના કમ્પોનન્ટ્સ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ હવે આ સ્વદેશી ફ્લાઇટ કન્ટ્રોલર વિકસાવવામાં આવ્યું છે. આ ડ્રોન ફિક્સ્ડ વિંગ અને સામાન્ય ડ્રોનનું હાઇબ્રિડ મોડલ છે. જે સંરક્ષણ ક્ષેત્રે દેખરેખ અને સર્વેલન્સ માટે ખૂબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. વાયોનોટિક્સ ટેકનોલોજી અંતર્ગત 4થી વધુ પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યા છે અને 6 પેટન્ટ પણ ફાઇલ થઇ છે. સ્વદેશી ફ્લાઇટ કન્ટ્રોલર અને અત્યાધુનિક e-VTOL ડ્રોન અંગે વધુ જાણવા માટે દિવ્ય ભાસ્કરે ડૉ. મિશેલ પ્રજાપતિ સાથે ખાસ વાતચીત કરી હતી. ડૉ. મિશેલ અમદાવાદ પોલિટેકનિકમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગના ફેકલ્ટી, કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) ના કો-ઓર્ડિનેટર અને આઇઆઇસી (IIC) પ્રેસિડેન્ટ છે. રનવેની જરૂર નથી પડતી e-VTOL એ ડ્રોન અને ફિક્સ્ડ-વિંગ પ્લેનનું એક આધુનિક મિક્સિંગ છે. તેનું માળખું એરોપ્લેન જેવું હોવા છતાં તેને ઉડવા કે ઉતરવા માટે રન-વેની જરૂર પડતી નથી. તે સામાન્ય ડ્રોનની જેમ જ સીધું ઊડાન ભરી શકે છે. આ વિશેષતાને કારણે પહાડી વિસ્તારોમાં સર્વેલન્સ અને આપત્તિ વ્યવસ્થાપન માટે તે અસરકારક સાબિત થાય તેમ છે. આ ડ્રોન પર્યાવરણને અનુકૂળ એવા બાયો-ડિગ્રેડેબલ કાર્બન PLA મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. જેમાં હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવ્યો છે. ડો.મિશેલ પ્રજાપતિ કહે છે કે, આપણે બીજા દેશમાંથી જે ડ્રોન લઇએ છીએ તે કરોડો રૂપિયાની કિંમતના હોય છે. જ્યારે તેને સર્વેલન્સ માટે મોકલીએ ત્યારે દુશ્મન દેશ તેને તોડી નાખે કે પછી પકડી લે તો આપણને બહુ મોટું નુકસાન થાય છે. વધુ ડ્રોન બને તો ખર્ચ ઘટી શકે આ ડ્રોન બનાવવા પાછળ 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જો વધુ સંખ્યામાં ડ્રોન બનાવવાના થાય તો ખર્ચની રકમ પણ ઘટી શકે છે. તેઓ કહે છે કે, અત્યારે જો 50 e-VTOL ડ્રોન બનાવવાના થાય તો તેની કોસ્ટ 30 હજારની અંદર પડે છે. જો 100 બનાવવાના થાય તો તે 20 કે 25 હજારમાં બનાવી શકાય તેમ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસીમાંથી અમે 1.80 લાખ રૂપિયા મેળવ્યા હતા. શરૂઆતમાં રિસર્ચ બેઇઝ કામ હોવાથી બે કે ત્રણ 3D પ્રિન્ટિંગ મોડલ બનાવવા પડ્યા હતા એટલે શરૂઆતનો ખર્ચો 1.80 લાખ થયો હતો. તેમના કહેવા મુજબ બલ્ક ઓર્ડર હોય ત્યારે 3D પ્રિન્ટીંગ માટે બહાર મોકલવું પડે તેમ હોવાથી 15 દિવસમાં ઓર્ડર પૂરો કરી શકાય છે. અહીં અત્યારે એટલા મોટા 3D પ્રિન્ટર ઉપલબ્ધ નથી કે એકસાથે વધારે કામ થઈ શકે. ડિફેન્સમાં પરીક્ષણ કરાશે ડ્રોનનું ડિઝાઇનિંગ, 3D પ્રિન્ટિંગ અને એસેમ્બલી સંપૂર્ણપણે ઇન-હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ લેબ સ્તરે તેનું સફળ ટેસ્ટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને આગામી મહિનામાં ડિફેન્સમાં પણ તેનું પરીક્ષણ કરવામાં આવશે. ભવિષ્યમાં જો સંરક્ષણ ક્ષેત્ર કે અન્ય કંપનીઓ તરફથી મોટા પ્રમાણમાં 50થી 100 યુનિટ ઓર્ડર મળે તો તેના સ્પેરપાર્ટ્સનું થ્રી-ડી પ્રિન્ટિંગ આઉટસોર્સ કરવામાં આવશે પણ એસેમ્બલી અને બીજું બધું કામ અહીં ઇન-હાઉસ થશે. હાઇરાઇઝ બિલ્ડિંગનું મેપિંગ થાય તેવું ડ્રોન બનાવશે ડૉ.પ્રજાપતિ જણાવે છે કે, અત્યારે અમે લોકો એક થર્મલ કેમેરાથી મેપિંગ થઇ શકે તેવું ડ્રોન બનાવી રહ્યા છીએ. જેથી હાઇરાઇઝ બિલ્ડિંગનું મેપિંગ થાય. ઓલમોસ્ટ એક મહિનાની અંદર આ કામ પૂરૂં થઇ જશે. બધાં વિદ્યાર્થીઓ ભેગાં મળીને ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યાં છે અને મેઇક ઇન ઇન્ડિયા તેમજ સ્ટાર્ટ અપ ઇન્ડિયાને પ્રમોટ કરી રહ્યાં છે. ફાર્મ મેપિંગ માટે પણ ઉપયોગી આ ડ્રોનને ફાર્મ મેપિંગ માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ અંગે તેમણે કહ્યું કે, અમારો એગ્રીટેકનો એક પ્રોજેક્ટ છે. જેમાં ઇ વિટોલને અમે ફાર્મ મેપિંગ માટે યુઝ કરીએ છીએ. અમે લોકોએ સ્માર્ટ ફાર્મિંગ માટેની સિસ્ટમ ડેવલપ કરેલી છે. કલાઇમેન્ટ ચેન્જમાં અમે ગ્રાન્ટ માટે એપ્લાય કરેલું છે. આ ઉપરાંત અમને IIT રોપરથી સ્માર્ટ ફાર્મિંગ એગ્રી ટેક માટે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળેલી છે. સર્વેલન્સ પર વધારે ધ્યાન આપ્યું અહીં નાના-નાના ડ્રોન પણ ડેવલપ કરાઇ રહ્યાં છે. જે સર્વેલન્સમાં કરવામાં ઉપયોગી થાય છે. ડો.મિશેલ કહે છે કે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એજ્યુકેશન વિભાગ દ્રારા સ્ટે મની ગ્રાન્ટમાંથી અમને 2 લાખ રૂપિયા મળ્યાં છે. આ ઉપરાંત સ્ટાર્ટ અપની ઘણી ગ્રાન્ટ અમે લોકોએ લીધી છે. તેનાથી અમારું સ્ટાર્ટ અપ ડેવલપ કરીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, મારા બે સ્ટુન્ડન્ટ ક્રિષ્ના રાવલ અને દિવ્ય પનારા છે. તેમણે અત્યારે ડિગ્રીનું ફાઇનલ યર કમ્પ્લિટ કર્યું છે. તે લોકોએ આ સ્ટાર્ટ અપ અંતર્ગત ઇન્ટર્નશિપ કરી છે અને તેમણે પોતાના પ્રોડક્ટ પણ ડેવલપ કર્યાં છે. એ સિવાય અમારા સ્ટુડન્ટ નરેન્દ્ર નેવેની ટીમ છે. તે લોકોએ પણ આ સ્ટાર્ટ અપની અન્ડરમાં ઇન્ટર્નશિપ કરી છે. વાયોનોટિક્સ ટેકનોલોજી પ્રા.લી. રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ છે. જેના ફાઉન્ડર પવન વર્મા છે. કંપનીના મેન્ટર તરીકે ડૉ.મિશેલ કામ કરી રહ્યાં છે. આ સ્ટાર્ટ અપે જ પોતાનું ફ્લાઇટ કન્ટ્રોલર ડિઝાઇન કર્યું છે. ઇનોવેશન માટે અલગ અલગ ગ્રાન્ટ મળે ડૉ. પ્રજાપતિએ કહ્યું કે, મારા ત્રણ પોર્ટફોલિયો છે તેમાં અમને અલગ અલગ ગ્રાન્ટ મળે છે. એન્ટરપ્રિનિયોરશિપ માટે, પીયુસી (POC) ડેવલપ કરવા તેમ જ સ્ટાર્ટ અપ ડેવલપ કરવા ગ્રાન્ટ મળે છે. હું કોલેજના બધાં વિદ્યાર્થીઓને હંમેશા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન માટે એન્કરેજ કરતી હોઉં છું. અમે સ્ટાર્ટ અપ સાથે ઇન્ટલેક્ચ્યૂઅલ પ્રોગ્રામ કરીએ છીએ. વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર અપાય છે અહીં જુદા-જુદા વિદ્યાર્થીઓ જુદું-જુદું કામ કરે છે અને પોતાની સ્કીલ ડેવલપ કરે છે. તેમણે જણાવ્યું કે, મારો હંમેશા એ પ્રયત્ન રહે છે કે મારા વિદ્યાર્થીઓ ફક્ત ડિગ્રી લેવાના બદલે પોતાનામાં સ્કીલ ડેવલપ કરે. અત્યારે બધાં વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપ થઇ ચૂકી છે. એક ડ્રોનમાં તો બીજા સ્ટુડન્ટ રોબોટિક્સનું કામ કરે છે. એક સ્ટુડન્ટ 3D પ્રિન્ટિંગ બહુ સારી રીતે કરી આપે છે. અમે લોકો વેબ એપ તેમ જ મોબાઇલ એપ પણ બનાવીએ છીએ. આ બધાંના પ્રયત્નોના કોમ્બિનેશનથી અમારા પ્રોટોટાઇપ ડેવલપ થઇ રહ્યાં છે. હવે અમે તેને માર્કેટમાં લઇ જઇ રહ્યાં છીએ. ડૉ. મિશેલ પ્રજાપતિએ અંતમાં કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર એન્જિનિયર બનાવવાનો નથી પણ તેમને જોબ ગીવર બનાવવાનો છે. અમે SSIP 2.0 ના ₹22 લાખના ફંડનો ઉપયોગ એવા પ્રોજેક્ટ્સ પાછળ કર્યો છે જે સીધી રીતે સમાજ કે સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી હોય. જ્યારે વિદ્યાર્થીનો આઈડિયા પેટન્ટ સુધી પહોંચે છે ત્યારે તે શૈક્ષણિક સંસ્થા માટે સૌથી મોટી સફળતા હોય છે. અમદાવાદ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો ભારતીય પ્રતિભા ડંકો વગાડી શકે છે. આવનારા દિવસોમાં આ સસ્તું અને સુરક્ષિત ડ્રોન ભારતીય સેના માટે સર્વેલન્સ ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થઇ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    LIVE: पीएम मोदी और UAE राष्ट्रपति की बैठक | PM Modi | delegation-level talks
    Next Article
    હું પોલીસ છું, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે:પીડિતાએ કહ્યું- મારૂ સર્વસ્વ લૂંટી લીધું અને માસૂમ દીકરી સાથે પણ અડપલાં કર્યા, પુત્રી પર આફત આવતા ચુપી તોડી, પ્રાઇવેટ પાર્ટ પર છરી મારવા ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment