Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમાઈએ સાસુ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો:સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની ઘટના; સાસુએ જમીન ગીરવે મૂકી પૈસા આપવાની ના પાડતા પેટમાં છરી મારી

    8 hours ago

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે જમીન ગીરવે મૂકવા બાબતે થયેલા ઝઘડામાં એક જમાઈએ પોતાની સાસુ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આરોપી બાબુજી દીવાનજી ઠાકોરે તેની સાસુ શાંતાબેન પર મોડી રાત્રે સૂતેલી હાલતમાં હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સાંપ્રા ગામે રહેતા અને મૂળ અમદાવાદ જિલ્લાના ગુંજાળા વતની અઉભા બાબુજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી બાબુજી દીવાનજી ઠાકોર કોઈ કામધંધો કરતો ન હતો અને પરિવાર સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. ગત 13 મે, 2026 ના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે, બાબુજીએ તેની સાસુ શાંતાબેન પર જમીન ગીરવે મૂકી પૈસા આપવા માટે દબાણ કર્યું હતું. શાંતાબેને જમીન ગીરવે મૂકવાની ના પાડતા બાબુજીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 14 મે, 2026 ના રોજ વહેલી સવારે આશરે 2 વાગ્યે, જ્યારે શાંતાબેન સૂતા હતા, ત્યારે બાબુજી છરી લઈને આવ્યા હતા. તેણે શાંતાબેનના પેટના ઉપરના જમણા ભાગે છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. શાંતાબેનની બૂમો સાંભળી પરિવારના અન્ય સભ્યો જાગી જતાં આરોપી બાબુજી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત શાંતાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ પાટણની ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. સરસ્વતી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 109(1), 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જયેશકુમાર રતુભાઇ ચૌધરી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીની અપીલ બાદ બોટાદ SPની પહેલ:નાગરિકો હવે પોલીસ કચેરીએ રૂબરૂ જવાને બદલે ફોન પર રજૂઆત કરી શકશે, વીડિયો કોલ પણ કરી શકાશે
    Next Article
    Bermuda Mystery 'Solved'? Scientists Reveal Structure Found Beneath Island

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment