Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવા આયુષ હોસ્પિટલમાં સન્માન સમારોહ યોજાયો:શ્રેષ્ઠ કર્મચારીઓ અને નવનિયુક્ત કોર્પોરેટરોનું બહુમાન કરાયું

    7 hours ago

    જિલ્લાની પ્રથમ NABH માન્યતા પ્રાપ્ત સવા આયુષ હોસ્પિટલ દ્વારા 14 મે, 2026ના રોજ “રીવોર્ડ એન્ડ રેકગ્નિશન સેરેમની” અને નવનિયુક્ત કોર્પોરેટરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોસ્પિટલના કર્મચારીઓના ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવાનો અને સમાજસેવામાં યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવાનો હતો. આ સમારોહમાં મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો ભવેશભાઈ પ્રજાપતિ, નીખિલભાઈ ચાંપાનેરી, સોનલબેન દવે અને જશુબેન વેગડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ પરિવારે શાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિઓના સ્વાગત સાથે થઈ હતી. ત્યારબાદ, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવા જોડાયેલા કર્મચારીઓનું પણ સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત, જે સ્ટાફ સભ્યોનો જન્મદિવસ આ મહિનામાં હતો, તેમની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિઓએ તેમના પ્રેરણાદાયી સંબોધનમાં કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક સેવા આપવા, ટીમવર્ક મજબૂત કરવા અને હોસ્પિટલને નવી ઊંચાઈઓ પર લઈ જવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સતત શીખવાની ભાવના, સકારાત્મક અભિગમ અને દર્દીઓ પ્રત્યે માનવતાભર્યા વર્તનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે હોસ્પિટલની કર્મચારી વિકાસલક્ષી પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Must-watch sports movies that will leave you inspired
    Next Article
    Maharashtra tightens reservation rules, bars quota candidates using relaxations from open category seats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment