Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નશાખોરોનો હુમલો:મોરબીમાં મંદિર પાસે દંગલ કરવાની ના પાડતા બે નશેડીએ યુવાનને માર્યો

    9 hours ago

    મોરબીમાં જેલ રોડ ઉપર આવેલા વણકરવાસ વિસ્તારમાં મંદિર જેવી પવિત્ર જગ્યા પાસે દારૂના નશામાં બેફામ બનીને બે નશાખોર ડીંગલ કરતા હોવાથી એક યુવાને આ બન્ને શખ્સોને દારૂ પીને ત્યાં આવવાની ના પાડતા બન્નેની કમાન છટકી હતી અને લાજવાને બદલે બન્ને નશાખોરે ગાજીને યુવાન સાથે માથાકૂટ કરી ટાઇલ્સના ટુકડા વડે છાતીના ભાગે માર મારી તેમજ માથામાં તથા વાસાના ભાગે પટા વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાં યુવાનને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ધનજીભાઈ મકવાણાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી પભી તથા ભરત રહે. બંને વાલ્મીકિવાસ જેલ રોડ મોરબીની સામે ફરિયાદ નોંધાવી હતી કે, વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે તેનું ઘર આવેલું છે આરોપીઓ અવારનવાર દારૂ ઢીંચીને આવતા હોય અને બેફામ વાણી વિલાસ કરતા હોય એ દરમિયાન ગત તા. 12/5 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં દારૂ પીધેલી હાલતમાં આરોપીઓ તેમના ઘર પાસે આવ્યા હતા જેથી યુવાને અને તેના મિત્રોએ દારૂ પીને ત્યાં આવવાની આરોપીઓને ના પાડી હતી જેથી પભી અને ભરતે યુવાન સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો અને પબીએ ટાઇલ્સના ટુકડાનો છૂટો ઘા કરીને છાતીમાં ઇજા કરી હતી તેમજ વાંસા અને માથાના ભાગે પટા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Kerala SSLC Result 2026: How to check KBPE Class 10th results at DigiLocker?
    Next Article
    CIA Director Visits Cuba As Energy Crisis Deepens

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment