Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપર રોડ પર ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિકની ખુરશીઓ અને મટીરીયલ બળીને ખાખ, મેજર કોલ જાહેર

    8 hours ago

    મોરબીના જેતપર રોડ પર આવેલા એક ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં પ્લાસ્ટિકની ખુરશીઓ અને અન્ય મટીરીયલ રાખવામાં આવ્યું હતું, જે આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 'મેજર કોલ' જાહેર કરવો પડ્યો હતો. આ ઘટના જેતપર રોડ પર આવેલા ઇટા મેક્સ નામના બંધ પડેલા કારખાનાના શેડમાં બની હતી, જેનો હાલ ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની ખુરશીઓ અને પ્લાસ્ટિકનું મટીરીયલ સંગ્રહિત હતું. આગ લાગવાની જાણ થતાં જ મોરબી મહાપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. જોકે, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખો શેડ તેની ઝપેટમાં આવી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ચાર ફાયર ટેન્કરો ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે આસપાસના જિલ્લાઓ અને તાલુકાઓમાંથી પણ ફાયર વિભાગના વાહનો અને કર્મચારીઓને બોલાવવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વધુ એક જહાજ ડૂબ્યું:ઓમાન તટ પાસે દુર્ઘટના, 14 ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડે બચાવ્યા
    Next Article
    Vadodara Congress corporator Ashish Joshi arrested in liquor case, his lawyer says political vendetta

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment