Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાતિ પરીક્ષણ રોકવા કલેક્ટર એક્શનમાં:સોનોગ્રાફી સેન્ટરોની ઓચિંતી તપાસના કરવા આદેશ, કાયદાના ભંગ સામે કડક કાર્યવાહી કરવા ભાર મૂકાયો

    8 hours ago

    ભાવનગર જિલ્લામાં જાતિ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવા અને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનું ચુસ્ત પાલન કરાવવા માટે કલેક્ટર ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સોનોગ્રાફી સેન્ટરો પર બાજ નજર રાખવા અને નિયમિત તેમજ ઓચિંતી તપાસ વધુ સઘન બનાવવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી છે. સોનોગ્રાફી સેન્ટરોની ઓચિંતી તપાસ કરવા ચર્ચા થઈ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને PCPNDT જિલ્લા એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, બેઠક દરમિયાન જિલ્લામાં ગેરકાયદેસર જાતિ નિર્ધારણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાં, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના કડક અને અસરકારક અમલીકરણ, જિલ્લામાં લિંગાનુપાત જાળવવા હાથ ધરાતી કામગીરી તેમજ સોનોગ્રાફી સેન્ટરોની ઓચિંતી તપાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાયદાના ભંગ સામે કડક કાર્યવાહી કરવા સૂચના જિલ્લા કલેકટરએ પી.એન.ડી.ટી. કાયદા હેઠળ નોંધાયેલ ક્લિનિકો અને હોસ્પિટલોની કામગીરી પર સતત દેખરેખ રાખવા તેમજ આકસ્મિક તપાસ વધુ સઘન અને નિયમિત બનાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ કાયદાના ભંગ સામે કડક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન મુખ્ય ઈ.ચા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.એમ.સોલંકીએ હોસ્પિટલોના નવા રજીસ્ટ્રેશન, રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનોના રજીસ્ટ્રેશન તેમજ તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી અરજીઓ તેમજ એડવાઇઝરી કમિટિ હેઠળ હાથ ધરાતી કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, બેઠકમાં નવી પ્રાપ્ત 1 અરજીને બહાલી, 1 અરજીને મંજૂરી તેમજ 6 રીન્યુઅલ અરજીઓને બહાલી આપવામાં આવી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ તેમજ એડવાઇઝરી કમિટિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    વડોદરા સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો:સગીરાને ભગાડી ગયા બાદ મુંબઈમાં તેની સાથે અશ્લીલ હરકતો કરનાર આરોપીને 7 વર્ષની સખત કેદ, ભોગ બનનારને 45 હજાર રૂપિયા વળતર આપવા આદેશ
    Next Article
    US-Iran War News Live Updates: Trump Says Xi Offered Help To Open Hormuz, Vowed Not To Arm Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment