Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ જમીન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો:અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર અને એક મહિલા સહિત કુલ આઠ આરોપીની ધરપકડ

    12 hours ago

    હળવદ તાલુકામાં કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડ જુદા જુદા ત્રણ ગામોમાં આવેલી સરકારી જમીનો પચાવી પાડવા સંબંધિત છે, જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હળવદના મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટે ગત 09-11-2025ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઈ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઈ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સહિતના આરોપીઓના નામ હતા. આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે મુખ્ય સૂત્રધાર અને એક મહિલા સહિત કુલ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં, હળવદ તાલુકા પીઆઈ આર.ટી. વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન અભેપર, થાન તાલુકાના રહેવાસી આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓ પકડાયા છે. આરોપીઓએ ગત તા. 26-03-2026થી 17-07-2020 દરમિયાન હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેકર્ડ પર ચાલતી સરકારની અલગ અલગ સર્વે નંબરવાળી જમીનનું બનાવટી રેકર્ડ ઊભું કર્યું હતું. તેમણે સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો, તેમજ પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા. આરોપીઓએ તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો કરીને ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ ૩૪૪.૨૭ વીઘા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ કરાવી પોતાના નામે કરાવી લીધી હતી. આ કૌભાંડમાં સરકારી કચેરીના બે તત્કાલિન પટ્ટાવાળા પણ સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 16 હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ:મિશન બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ સર્વે હાથ ધરાયો, સર્વે ટીમોએ 15453 બાળકોનો સીધો સંપર્ક કર્યો
    Next Article
    પાળીયાદમાં ગુણવંતીબાઈ મ.સતીજીની પુણ્યતિથિ નિમિત્તે દાન:અબોલ પશુઓ માટે ₹51,000ની લીલી જુવાર, ભોજન અને સ્ટાફને ડ્રેસ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment