Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતીકને સસરાએ આપ્યો મુખાગ્નિ:સપા પ્રમુખે પ્રણામ કર્યા, બંને પુત્રીઓ પણ સ્મશાનમાં હાજર રહી; પ્રતીક યાદવ અમર રહો નારા લાગ્યા

    15 hours ago

    સપા પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક ગુરુવારે બપોરે પંચતત્વમાં વિલીન થઈ ગયા. પ્રતીકની પત્ની અપર્ણાના પિતા અરવિંદ સિંહ બિષ્ટે ચિતાને મુખાગ્નિ આપ્યો હતો. હાથ જોડીને તેમણે પોતાના જમાઈને અંતિમ પ્રણામ કર્યા હતા. પત્ની અપર્ણા અને બંને પુત્રીઓ પણ સ્મશાનમાં હાજર રહી. હજારો સમર્થકો "પ્રતીક યાદવ અમર રહો" ના નારા લગાવતા પ્રતીકની અંતિમયાત્રામાં જોડાયા હતા. પ્રતીક એનિમલ લવર હતો. પત્ની અપર્ણાએ કૂતરા અને વાંદરા સાથેનો પ્રતીકનો ફોટો શબવાહિની પર લગાવ્યો હતો. અપર્ણા, તેની બે પુત્રીઓ સાથે સ્મશાનમાં હાજર રહી. તેમની સાથે જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી પણ હતા. અખિલેશ અને શિવપાલ યાદવ પણ સ્મશાનમાં હાજર હતા. અખિલેશનો પુત્ર અર્જુન પણ તેમની સાથે હતો. શબવાહિનીને ફૂલોથી શણગારવામાં આવી હતી. સ્વામી અવધેશાનંદ ગિરિ, બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે પ્રતીકને શ્રદ્ધાંજલિ આપી. શિવપાલ યાદવ અને ડિમ્પલ યાદવે પણ અંતિમ દર્શન કર્યા હતા. આ પહેલા, રાત્રે પત્ની અપર્ણા યાદવ બંને દીકરીઓ સાથે શબ પાસે બેસી રહી. પ્રતીકનું બુધવારે સવારે 6 વાગ્યે 38 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવાયું હતું. તેમના શરીર પર 6 ઇજાઓ મળી હતી, જે મૃત્યુ પહેલાં થઈ હતી. તેમાંથી 3 ઇજાઓ 7 દિવસ જૂની અને 3 એક દિવસ જૂની હતી. પ્રતીક, મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. પત્ની અપર્ણા રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ છે. ડોકટરોના મતે, પ્રતીક ફેફસાંની ગંભીર બીમારી પલ્મોનરી એમ્બોલિઝમની ઝપેટમાં હતા. પ્રતીકને 13 દિવસમાં બે વાર હાર્ટ એટેક આવ્યો. આ પહેલા, 30 એપ્રિલે તેઓ લખનઉ એરપોર્ટ પર ચાલતા-ચાલતા પડી ગયા હતા. ત્યારે મેદાંતા હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે પ્રતીકને હાર્ટ એટેક આવ્યો છે. પ્રતીક પંચતત્વમાં વિલીન, તસવીરો બ્રિટનથી અભ્યાસ કર્યો, રાજકારણથી દૂર હતા પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર સંબંધિત અપડેટ્સ માટે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    અમદાવાદી છોકરી બાસુરીએ આલિયાને ચમકાવી!:અઠવાડિયાની મહેનત 'રંગ' લાવી, હીરોઈનને 'પ્રિન્સેસ' બનાવી ભૂરિયાઓના દિલ જીત્યા
    Next Article
    દિલ્હી-યુપીમાં અઠવાડિયામાં બે દિવસ વર્કફ્રોમ હોમ:ત્રિપુરામાં 50% કર્મચારીઓ જ ઓફિસ આવશે, આંધ્ર- ગોવામાં CMનો કાફલો અડધો થયો; PMની અપીલની 12 રાજ્યોમાં અસર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment