Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદી છોકરી બાસુરીએ આલિયાને ચમકાવી!:અઠવાડિયાની મહેનત 'રંગ' લાવી, હીરોઈનને 'પ્રિન્સેસ' બનાવી ભૂરિયાઓના દિલ જીત્યા; વાંચો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ

    14 hours ago

    વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'ની 79મી આવૃત્તિનો ફ્રાન્સમાં ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેડ કાર્પેટ પર બોલિવૂડ સુંદરીઓનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે ગુજરાત ખાસ ગર્વથી ફૂલાઈ રહ્યું છે. કારણ છે - આલિયા ભટ્ટનો મનમોહક લુક અને તેના પર કંડારાયેલી અદભૂત આર્ટ! આલિયાના આ પ્રિન્સેસ લુકને તૈયાર કરવામાં અમદાવાદની મ્યુરલિસ્ટ બાસુરી ચોકસીએ પોતાની પીંછીનો જાદુ ચલાવ્યો છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં બાસુરીએ આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટના પડદા પાછળની રોમાંચક વિગતો શેર કરી હતી. અમદાવાદની બાસુરી ચોકસીએ ગાઉનને બનાવ્યું 'કેનવાસ' આલિયા ભટ્ટે જ્યારે ગ્રીનમિન્ટ અને પેસ્ટલ શેડના આલિશાન ગાઉનમાં એન્ટ્રી કરી, ત્યારે સૌની નજર તેના પર અટકી ગઈ હતી. આ કોઈ સાધારણ ગાઉન નહોતું, પણ રેશમી ઓર્ગેન્ઝા ફેબ્રિક પર ઉતરેલી એક જીવંત કવિતા હતી. આ સુંદર ગાઉન પર પ્રકૃતિ, ફૂલો અને લેન્ડસ્કેપની થીમ પર હેન્ડ-પેઇન્ટિંગ કરનાર બીજું કોઈ નહીં પણ અમદાવાદની જાણીતી મ્યુરલિસ્ટ અને આર્ટિસ્ટ બાસુરી ચોકસી છે. આલિયાને જ્યારે પહેલીવાર આ આઉટફિટમાં જોઈ ત્યારે બાસુરી પોતે પણ બે મિનિટ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી. તે કહે છે- ‘એવું લાગી રહ્યું હતું કે મારી કલાના સાચા રંગ આલિયાએ આ ગાઉન પહેર્યા પછી જ ખીલી ઉઠ્યા છે.’ આ લુકને જાણીતા સ્ટાઇલિશ રિયા કપૂર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જેણે ખાસ આ પ્રોજેક્ટ માટે બાસુરીનો સંપર્ક કર્યો હતો. અઠવાડિયાની સખત મહેનત અને 'ડિટેલિંગ' ગાઉનને તૈયાર કરવું એ કોઈ પડકારથી ઓછું નહોતું. બાસુરી કહે છે કે- ‘મારી પાસે આઉટફિટ તૈયાર કરવા માટે બહુ વધારે સમય નહોતો. મેં એક અઠવાડિયા સુધી સતત 10થી 12 કલાકની મહેનત કરીને કામ પૂરું કર્યું છે. આ દરમિયાન મારે ખૂબ જ કાળજીપૂર્વક પીંછી ચલાવી પડી, કારણ કે આવા ફેબ્રિક પર ભૂલને કોઈ અવકાશ હોતો નથી. જ્યારે દિવાલ પર આર્ટ કરો છો અને એ જ આર્ટ કેન્સવાસ અથવા જુદા-જુદા ફેબરીક પર કરવાનું આવે તો થોડી કાળજી વધારે રાખવી પડે છે.’ રિસર્ચ અને ફ્રેન્ચ રિવેરાની થીમ બાસુરીએ તેના આર્ટને ડિકોડ કરતાં જણાવ્યું- ‘કાન માટે કંઈક સ્પેશિયલ બનાવવાનું હતું, એટલે રિયા (સ્ટાઈલિશ)ના મગજમાં હતું કે આપણે ‘ફ્રેન્ચ રિવેરા’ની આસપાસનું કુદરતી સૌંદર્ય ગાઉન પર લાવીએ. મેં ત્યાંનું મહત્વ, કલ્ચર અને જિયોગ્રાફી પર ઊંડું રિસર્ચ કર્યું. ત્યાંનું લેન્ડસ્કેપ બહુ અનોખું છે - દરિયો અને આકાશ બંનેના મિશ્રણથી ડાર્ક અને લાઈટ બ્લુના જે શેડ્સ બને છે, તે મેં પેઈન્ટિંગમાં ઉતાર્યા છે. ત્યાંની હિલ્સ લવન્ડર ફ્લાવરની ચાદરથી પથરાયેલી હોય છે, એટલે મેં તે લોકલ બોટાનિકલ્સનો ઉપયોગ કર્યો. રિયાએ સૂચવ્યું હતું કે આપણે ‘સમર અને હેપ્પી વાઈબ્સ’ મેચ થાય તેવું કામ કરીશું. બસ તો આ રીતે ગાઉન પર મારા મનના રંગો ઉતાર્યા છે.’ ‘AI ક્યારેય હેન્ડ ક્રાફ્ટને બીટ નહીં કરી શકે’ બાસુરી ગર્વ સાથે જણાવે છે કે, 'રિયા કપૂરે ‘લોકલ ફોર વોકલ’ના મંત્રને ગ્લોબલ સ્ટેજ પર લાવવા જે પ્રયત્ન કર્યો તે મારા માટે હાર્ટ ટચિંગ હતો. મારા ખ્યાલ મુજબ, આ પહેલું ફુલ હેન્ડ-પેઈન્ટેડ ગાઉન છે જે કોઈએ પહેર્યું હશે. આજના ડિજિટલ સમયમાં પણ મશીનથી નહીં પણ માણસના હાથે આઉટફિટ તૈયાર કરવાનું વિચાર્યું, તેનાથી અપગ્રેડેડ કંઈ ન હોઈ શકે. મને લાગે છે કે કોઈ AI કે ટેકનોલોજી આ ‘હેન્ડ ટચ ક્રાફ્ટ’ને ક્યારેય બીટ ન કરી શકે.' 'આલિયા માટે નહીં, આર્ટ માટે કામ કર્યું' બાસુરી બનાવતા સમયના વિચારો વિશે જણાવતા કહે છે કે- ‘સાચું કહું તો, જ્યારે હું પેઈન્ટિંગ કરી રહી હતી ત્યારે મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે આ આલિયા ભટ્ટ માટે છે કે કાન ફેસ્ટિવલ માટે. હું તો બસ મારા આર્ટમાં ખોવાઈ ગઈ હતી. મને જે તક મળી હતી તેમાં મારે મારું બેસ્ટ આપવું હતું. આમાં મારી એકલીની મહેનત નથી, રિયાનું સ્ટાઈલિંગ અને ફેશન ડિઝાઇનર યશ પાટિલની પણ એટલી જ મહેનત છે. જ્યારે આટલા મોટા લોકોની મહેનત તમારા ખભા પર હોય ત્યારે જવાબદારી ચોક્કસ વધી જાય છે.’ કોણે તૈયાર કર્યો આ પ્રિન્સેસ લૂક? બાસુરીના આ અદભૂત આર્ટને પહેરવા લાયક માસ્ટરપીસમાં બદલવાનું કામ સેલિબ્રિટી કૉર્સેટ ડિઝાઇનર યશ પાટિલ દ્વારા કરવામાં આવ્યું છે. યશ પાટિલ અગાઉ પણ આલિયા માટે મેટાલિક ગોટા જેકેટ અને સિલ્ક ઓર્ગેન્ઝા કૉર્સેટ બનાવી ચૂક્યા છે. આલિયાના આ ગાઉનમાં ફિટ્ડ ટોપ બોડિસ અને ફ્લોર-લેન્થ સ્કર્ટનું મિશ્રણ તેને એક મોર્ડન ફેરીટેલ જેવો લૂક આપી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા હોટલ માર્ટિનેઝની બહાર જ્યારે આલિયા આ પેસ્ટલ ગાઉનમાં જોવા મળી, ત્યારે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વાર ન લાગી. લોકો આલિયાના 'સિમ્પલ અને ડ્રિમી' લૂકના વખાણ કરી રહ્યા છે. 12 મેથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ 23 મે સુધી ચાલશે. અત્યાર સુધીમાં આલિયાના પાંચ લુક સામે આવ્યા છે. આલિયા ભટ્ટના પાંચ લુક:- , કાન સંબંધિત આ સમાચાર પણ વાંચો… કાન 2026ની સફર: આલિયાની ફેશનનો જલવો, સલમાનની રૂમર્ડ GF ગુજ્જુ એક્ટર સાથે પહોંચી વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન 12 મેથી શરૂ થયો છે. આ ફેસ્ટિવલ 23 મે સુધી ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરામાં યોજાશે. આલિયાથી લઈને સલમાનની રૂમર્ડ યૂલિયા વંતૂરના લુકની ઝલક જોવા અહીં ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 14 May | Punjab Police arrest Zirakpur taxi driver for Jalandhar BSF blast
    Next Article
    ભાજપે કહ્યું- રાહુલ 22 વર્ષમાં 54 વાર વિદેશ ગયા:ફંડિંગ કોણે કર્યું; કોંગ્રેસે PMના 76 દેશોના 96 પ્રવાસોની યાદી જાહેર કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment