Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસિક રીતે અસ્થિર મગજની મહિલાની પોલીસે મદદ કરી:નરોડામાં મોડી રાત્રે મહિલા રોડ પર પડી જતા સ્થાનિકે પોલીસને કરી હતી જાણ, સખીવન વન સ્ટોપ સેન્ટરમાં મોકલાઈ

    10 hours ago

    અમદાવાદમાં માનસિક રીતે અસ્થિર મગજની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલા ચાલતી ચાલતી આવે છે અને અચાનક જ રોડ ઉપર પડી જાય છે. રોડ ઉપર આળોટતી મહિલાનો વાયરલ થયેલો આ વિડીયો શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભવાની ચોક પાસેનો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરી ત્યારે કૃષ્ણનગર સ્થળ ઉપર પહોંચી હતી અને મહિલાને લઈ ગઈ હતી. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા અસારવાના સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને રાખવામાં આવી છે. કૃષ્ણનગર વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો રાત્રિના સમયે એક મહિલા રોડ પર ચાલીને જતી હતી એ સમયે અચાનક પડી જાય છે. ત્યારબાદ હું મરી જવ એવું બોલતી અને રડતી હોય તે પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભવાની ચોક પાસેનો હતો. ત્યારે સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે મહિલાને સખીવન સ્ટોપ સેન્ટરમાં મોકલી કૃષ્ણનગર પોલીસની ગાડી મહિલા પોલીસ સાથે સ્થળ ઉપર પહોંચી હતી. અને મહિલાને લઈને પોલીસ સ્ટેશન ખાતે ગઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મહિલા કોઈ નશાની હાલતમાં ન હતી. પરંતુ માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઈ આવતું હતું. તેમના વાલી વારસ અંગે તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ મળી આવ્યું નહોતું. જેના કારણે તેમને અસારવા વિસ્તારમાં આવેલા સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગતરાડમાં નવ દિવસીય શ્રી રામકથા સંપન્ન:ખોડીયાલ માતા મંદિરે ભક્તિમય માહોલમાં સમાપન
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને વૃદ્ધને આપ્યું હિયરિંગ એડ:સંવાદ, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિમાં વધારો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment