Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નવા કલેક્ટર ડો.નવનાથ ગવહાણેએ ચાર્જ સંભાળ્યો:ગૌરાંગ મકવાણાએ તેમને સત્તાવાર જવાબદારી સુપરત કરી

    7 hours ago

    ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવહાણેએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે તેમની નિમણૂક કરવામાં આવી છે. અગાઉના કલેક્ટર ગૌરાંગ મકવાણાની ગાંધીનગર ખાતે ડાયરેક્ટર, GEDA તરીકે બદલી થઈ છે, જ્યાં તેઓ GPCL-UGVCL ના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે. ડો. ગવહાણેએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે બદલી પામેલા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નવા કલેક્ટર ડો. નવનાથ ગવહાણેનું સ્વાગત કર્યું હતું અને જિલ્લા વહીવટ સંબંધિત જરૂરી માહિતી સાથે સત્તાવાર ચાર્જ સુપરત કર્યો હતો. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ચાર્જ સંભાળ્યા બાદ નવા કલેક્ટર ડો. નવનાથ ગવહાણેએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની જનતાને પારદર્શક, ઝડપી અને અસરકારક વહીવટી સેવાઓ પૂરી પાડવા તેઓ પ્રતિબદ્ધ રહેશે. તેમણે વિકાસલક્ષી યોજનાઓના ગતિશીલ અમલ, લોકોની સમસ્યાઓના સમયસર નિરાકરણ અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાને પ્રાથમિકતા આપવાની ભાવના વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્રમાં થયેલા આ મહત્વપૂર્ણ ફેરફારને લઈને અધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોમાં નવી અપેક્ષાઓ સાથે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અંબાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:ગાંધીનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા વાજતે ગાજતે દહેગામમાં મા અંબાની મૂર્તિની સ્થાપના કરાઈ
    Next Article
    HBSE 10th Result 2026 Live: Merit List To Be Out Shortly, Direct Link To Be Activated At 1 PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment