Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:કાલુપુર પછી હવે મણિનગર અને વટવા રેલવે સ્ટેશને ‘લાસ્ટ માઈલ કનેક્ટિવિટી મળશે’, ટ્રેનમાંથી ઉતરતાં પહેલાં કેબ-ઓટો બુક થશે

    11 hours ago

    અમદાવાદ ડિવિઝને પેસેન્જરોની સુવિધાને વધુ સશક્ત બનાવવા અને સ્ટેશનથી ઘર સુધીની મુસાફરી (લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી) સુરક્ષિત કરવા માટે વધુ એક પહેલ કરી છે. કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતી રેલવે સ્ટેશન પર રેપિડો અને ઉબર સાથેની વ્યૂહાત્મક ભાગીદારી સફળ રહ્યા બાદ હવે આ સેવાનો વિસ્તાર મણિનગર અને વટવા સ્ટેશન પર કરાશે. પેસેન્જર સ્ટેશને પહોંચતા પહેલા જ પોતાની રાઈડ બુક કરી શકશે, જેથી ટ્રેનમાંથી ઉતર્યા બાદ તેમને બહાર આવીને વાહનની રાહ જોવી પડશે નહીં. આનાથી સમયની બચત થવાની સાથે અનધિકૃત તત્વોથી પેસેન્જરોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે. કાલુપુર સ્ટેશને રોજના 1.10 લાખ પેસેન્જર ‘ટ્રાન્ઝિટ હબ’નો લાભ લે છે કાલુપુર રેલવે સ્ટેશને પર ઉબર હબ દ્વારા મુસાફરોની અવરજવર સુવ્યવસ્થિત કરવામાં આવી છે. અહીં એલિવેટેડ પાર્કિંગ ઝોન સીધો ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) સાથે જોડાયેલો છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધી અહીં 10 લાખથી વધુ કેબ બુકિંગ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ 1.10 લાખથી વધુ મુસાફરો આ વ્યવસ્થિત બોર્ડિંગ મેનેજમેન્ટનો લાભ લઈ રહ્યા છે. નવા યુઝર્સને પહેલી મુસાફરીમાં નિ:શુલ્ક જેવી ઓફર સાબરમતી સ્ટેશને દેશનું પ્રથમ રેપિડો ટ્રાવેલર્સ લાઉન્જ સ્થાપિત કરાયું છે. જ્યાં મુસાફરોને આધુનિક સુવિધા, ઓન-ગ્રાઉન્ડ આસિસ્ટન્સ અને નવા વપરાશકર્તાઓ માટે પ્રથમ મુસાફરી નિઃશુલ્ક જેવી ઓફર્સ મળે છે. ઓક્ટોબરથી શરૂ થયેલી આ સુવિધાનો 1.5 લાખથી વધુ બાઈક રાઈડ્સ, 2 લાખથી વધુ ઓટો રાઈડ્સ અને 1 લાખથી વધુ લોકોએ કેબ બુકિંગ કરી લાભ લીધો છે. વેરિફાઈડ ડ્રાઈવર્સથી મહિલાઓની સુરક્ષા વધશે
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં સ્માર્ટ મીટર ન નાખી PGVCL એ સ્માર્ટનેસ બતાવી !:સૌરાષ્ટ્ર - કચ્છમાં 56.92 લાખમાંથી માત્ર 6.14 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા, દોઢ વર્ષમાં 10 ટકા જ કામગીરી થઈ
    Next Article
    PCA finds ‘grave misconduct’ by ASI, directs SSP to register FIR, probe by officer above rank of ASI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment